New Delhi News : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio)ભારતની મુલાકાતે મુંબઈ પહોંચ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India US Trade Deal), રશિયા પાસેથી તેલની ખરીદી અને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. રુબિયોની સાથે તેમનાં પત્ની અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ આવ્યા છે.
ભારત-અમેરિકા વેપાર કરાર પર નજર
માર્કો રુબિયો (Marco Rubio)ની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની શક્યતાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહયોગને નવી દિશા મળી શકે છે. અગાઉ રુબિયોએ સંકેત આપ્યો હતો કે વેપાર કરારની પ્રક્રિયા અંતિમ તબક્કાની નજીક પહોંચી રહી છે.

રશિયન તેલની ખરીદીનો મુદ્દો પણ મહત્ત્વનો
ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી ક્રૂડ ઓઇલની ખરીદી પણ આ મુલાકાતના મહત્ત્વના મુદ્દાઓમાં સામેલ છે. રશિયન તેલની ખરીદીને લઈને અમેરિકાની નીતિ અને ભારતીય ઉત્પાદનો પર લાગુ કરવામાં આવેલા ટેરિફ જેવા મુદ્દાઓ બંને દેશોના આર્થિક સંબંધોમાં મહત્ત્વ ધરાવે છે. આ અંગેની ચર્ચા બંને દેશોની વેપાર નીતિ અને ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ બની શકે છે.
વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર (India US Trade Deal)ઉપરાંત સંરક્ષણ, સુરક્ષા અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સહયોગ છે. રુબિયોની મુલાકાત દરમિયાન આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા થવાની અપેક્ષા છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે સંવાદ અને સહકાર જાળવી રાખવો મહત્ત્વનો છે.
હવે આ મુલાકાત દરમિયાન વેપાર કરાર અંગે કોઈ નક્કર પ્રગતિ થાય છે કે નહીં અને રશિયન તેલની ખરીદી સહિતના સંવેદનશીલ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે શું ચર્ચા થાય છે, તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પહોંચ્યા તાજમહેલ, ઈરાને કટાક્ષ કરીને ઉડાવી મજાક
આ પણ વાંચો:અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ PM મોદીને આપ્યું વ્હાઇટ હાઉસનું આમંત્રણ, દિલ્હીમાં મોટું મંથન
આ પણ વાંચો: “અમે સંમત છીએ કે…” અમેરિકા સાથેના તણાવ વચ્ચે જયશંકર રુબિયો સાથે મળ્યા,જાણો શું શું થયું!
