Rajkot News/ રાજકોટ લોકમેળાને લઇ મોટા સમાચાર, સરકારે SOP જાહેર કરી, RCC ફાઉન્ડેશન ફરજિયાત નહી

આ નિર્ણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજ્ય સરકારે રાજકોટના લોકમેળાને લઈને મહત્વની જાહેરાત કરી છે,. આ જાહેરાતને પગલે અયોજકો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત મળશે. સરકારે મેળા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે, જેમાં અનેક નિયમો હળવા કરવામાં આવ્યા છે.

સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય એ છે કે, હવે મેળામાં દુકાનો કે સ્ટોલ માટે RCC (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. અગાઉ આ નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચ અને સમય બંનેનો વ્યય થતો હતો. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ (માટી પરીક્ષણ) રિપોર્ટ માન્ય રાખવામાં આવશે.

આ નિર્ણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.સરકાર દ્વારા જાહેર કરાયેલી SOP માં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મેળા સંબંધિત કેટલાક અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર (મહાનગરપાલિકા કે જિલ્લા વહીવટીતંત્ર) પોતાની વિવેકબુદ્ધિ મુજબ લઈ શકશે. આનાથી સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ નિયમોમાં ફેરફાર કરવાની છૂટ મળશે, જે મેળાના સુચારુ સંચાલન માટે મદદરૂપ થશે. આ નિર્ણયો આગામી રાજકોટ લોકમેળાના આયોજનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને આયોજકો માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ