World News/ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પહોંચ્યા તાજમહેલ, ઈરાને કટાક્ષ કરીને ઉડાવી મજાક

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની તાજમહેલ મુલાકાત પર ઈરાની(Iran) દૂતાવાસે આકરો કટાક્ષ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Iran

Iran Mocks US Envoy Marco Rubio:  અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતની 4 દિવસની મુલાકાતે આવ્યા છે. આ યાત્રા દરમિયાન સોમવારે 25 May ના રોજ તેઓ પત્ની જેનેટ રુબિયો સાથે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ નિહાળવા આગ્રા પહોંચ્યા હતા. તેમણે આ ઐતિહાસિક સ્મારકને ‘પ્રેમની સૌથી સુંદર નિશાની’ ગણાવ્યું હતું. જોકે, તેમની આ મુલાકાત બાદ એક નવો આંતરરાષ્ટ્રીય વિવાદ શરૂ થઈ ગયો છે. હૈદરાબાદ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપીને અમેરિકા પર નિશાન સાધ્યું છે.

Iran

‘તાજમહેલ ઈરાની સ્થાપત્યની મિસાલ છે’: Iran દૂતાવાસનો પ્રહાર

ઈરાની વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માર્કો રુબિયો અને તેમની પત્નીની તાજમહેલ સામેની તસવીર શેર કરીને કટાક્ષ કર્યો છે. દૂતાવાસે લખ્યું કે, “જો માર્કો રુબિયોને ઇતિહાસ કે સ્થાપત્ય કલા (વાસ્તુશિલ્પ) વિશે થોડી પણ જાણકારી હોત, તો તેઓ અહીં ફોટો પડાવવા ઊભા ન રહ્યા હોત. આ ઐતિહાસિક સ્મારક એક બાદશાહ દ્વારા તેમની ઈરાની પત્ની (મુમતાઝ મહલ) ના પ્રેમમાં બનાવવામાં આવ્યું હતું, જે ઈરાની વાસ્તુકારોની અદભુત પ્રતિભાની મિસાલ છે.”

અમેરિકા પર ‘ઈરાની સભ્યતા મિટાવવાની ધમકી’ આપવાનો આરોપ

ઈરાની(Iran) દૂતાવાસે અમેરિકા પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, જે તાજમહેલ ઈરાની કલા અને સંસ્કૃતિની ઓળખ છે, તેની મુલાકાત લેવા અમેરિકન વિદેશ મંત્રી ઉત્સાહભેર પહોંચી ગયા છે. પરંતુ બીજી તરફ, તેમની જ સરકાર આજે ઈરાનની આખી સભ્યતાને જ દુનિયાના નકશા પરથી મિટાવી દેવાની ધમકીઓ આપી રહી છે. ઈરાને(Iran) આ બાબતને અમેરિકાનો બેવડો ચહેરો ગણાવ્યો છે.

Iran

વાસ્તવમાં, 28 February ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા હતા, જે બાદ ઈરાને પણ જવાબી હુમલા કર્યા હતા. હાલમાં બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) ની સમજૂતી થઈ ગઈ છે, તેમ છતાં તણાવ ઓછો થયો નથી. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક નિવેદન આપતા કહ્યું હતું કે, “જો કોઈ સમજૂતી નહીં થાય, તો આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી જશે.” ઈરાની દૂતાવાસે ટ્રમ્પના આ જ નિવેદન તરફ ઇશારો કરીને અમેરિકન વિદેશ મંત્રીની તાજમહેલ મુલાકાત પર આકરા પ્રહારો કર્યા છે.


આ પણ વાંચો :ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર, ઈરાન કનેક્શન આવતા US એજન્સીઓ એલર્ટ

આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન

આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે