Gujarat Weather/ ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ-અપ, અમરેલી સૌથી ઠંડું, સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 11 ડિગ્રીની આસપાસ

ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વધી ગયો છે, હવામાન વિભાગની જાણ મુજબ ઉત્તર અને પૂર્વ દિશાથી આવતા ઠંડા પવનોના કારણે આ સ્થિતિ 14 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

Top Stories Gujarat Breaking News
ઠંડી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તર અને પૂર્વ દિશાથી આવતા ઠંડા પવનોના કારણે સવારે અને રાત્રે હાડ થીજવી નાખે તેવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સ્થિતિ 14 ડિસેમ્બર સુધી યથાવત્ રહેવાની શક્યતા છે. પવનની ગતિ વધુ હોવાથી લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય, પરંતુ ઠંડીનો અહેસાસ લોકોને સતાવતો રહેશે.

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ 

અમરેલીમાં 11.44 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 11.7 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડીસામાં 12.7 ડિગ્રી, મહુવામાં 12.7 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં  (Ahmedabad) 13.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી અને દીવમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 11થી 13 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાતમાં 13-14 ડિગ્રીની આસપાસ રહ્યું છે.આગામી 24 કલાક સંપૂર્ણપણે શુષ્ક હવામાન રહેશે કોઈ વરસાદની શક્યતા નથી. તેમજ 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો શક્ય છે. આપને જણાવી દઈએ14 ડિસેમ્બર સુધી ઠંડા પવનો ચાલુ રહેવાથી સવારે-રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. ગિરનાર, સાપુતારા જેવા ઉચ્ચ પ્રદેશોમાં તાપમાન 5 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી