assembly elections 2023/ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં આજે 20 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે.

Top Stories India Politics
YouTube Thumbnail 50 છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

આજે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં આજે 20 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે. જેમાં 223 ઉમેદવારોમાં કુલ 198 પુરુષો અને 25 મહિલાઓ છે. જ્યારે પ્રથમ તબક્કામાં આજે 40 લાખ 78 હજાર 681 મતદાતાઓ સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન કરશે. 10 બેઠકો પર સવારના 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાન થશે જ્યારે બાકીની 10 બેઠકો પર સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલવાદીઓ દ્વારા આઈડી (IED) બ્લાસ્ટ કરવામાં આવ્યો. છત્તીસગઢમાં બે દિવસમાં IED બ્લાસ્ટની આ બીજી ઘટના છે . આ બ્લાસ્ટમાં ચૂંટણી ફરજ પરનો CRPF જવાન ઘાયલ થયો. આ જવાનની ઓળખ શ્રીકાંત તરીકે કરવામાં આવી હતી. જ્યારે કોબ્રા 206 અને સીઆરપીએફના જવાનો કેમ્પ ટોંડામાર્કાના એરિયા ડોમિનેશન ઓપરેશન માટે એલમાગુંડા ગામમાં જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલિંગ દરમિયાન જવાન નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED પર ઉતર્યો અને તેના પગમાં ઈજા થઈ.

વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કામાં 20 વિધાનસભા બેઠકોમાંથી 10 વિધાનસભા મતવિસ્તારો મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટા વિધાનસભામાં સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. જયારે પાંડારિયા, કવર્ધા, ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટ વિધાનસભા ક્ષેત્રમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

છત્તીસગઢમાં મહત્વના ઉમેદવારો એવા પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને બસ્તરના સાંસદ દીપક બૈજ, કોંગ્રેસ સરકારના ત્રણ મંત્રીઓ, ભાજપના ચાર પૂર્વ મંત્રીઓ અને એક પૂર્વ આઈએસ અધિકારીઓ માટે તેમના શુભેચ્છકો મતદાન કરશે.  છત્તીસગઢમાં 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 68 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. જયારે ભાજપને 15 બેઠકો મળી હતી. નકસલીઓ દ્વારા કરાયેલા આઈડી (IED) બ્લાસ્ટ બાદ સુરક્ષિત મતદાન થાય માટે 20 મતવિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સુરક્ષા હાથ ધરાઈ છે. 90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભા માટે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે જ્યારે મતોની ગણતરી 3 ડિસેમ્બરે અન્ય ચાર રાજ્યોની સાથે થશે.


whatsapp ad White Font big size 2 4 છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ


આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની પર આઇટીના દરોડા

આ પણ વાંચો : રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો :વાતચીત/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, જાણો શું થઇ વાતચીત