Not Set/ રાજકોટવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ

રાજકોટ, રાજકોટ શહેરમાંથી બહાર નીકકળતા વખતે ટ્રાફિકની સમસ્યા સર્જાય હોય છે…નેશનલ હાઈ-વે ઓથોરિટીએ આ સ્થળ પર 1.20 કિલોમિટરનો એલિવેટેડ બ્રિજ બનાવવા માટે એક કંપનીને 88.53 કરોડમાં કામ આપી દીધું છે. આગામી ટૂંક સમયમાં ખાતમુહૂર્ત પણ થવાનું છે ત્યારે લગભગ 24 મહિના પછી રાજકોટથી શાપર-વેરાવળ અપડાઉન કરતા હજારો કામદારો, કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓને ટ્રાફિક સમસ્યામાંથી સૌથી મોટી […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 429 રાજકોટવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ

રાજકોટ,

રાજકોટ શહેરમાંથી બહાર નીકકળતા વખતે ટ્રાફિકની સમસ્યા સર્જાય હોય છે…નેશનલ હાઈ-વે ઓથોરિટીએ આ સ્થળ પર 1.20 કિલોમિટરનો એલિવેટેડ બ્રિજ બનાવવા માટે એક કંપનીને 88.53 કરોડમાં કામ આપી દીધું છે.

આગામી ટૂંક સમયમાં ખાતમુહૂર્ત પણ થવાનું છે ત્યારે લગભગ 24 મહિના પછી રાજકોટથી શાપર-વેરાવળ અપડાઉન કરતા હજારો કામદારો, કર્મચારીઓ અને ઉદ્યોગપતિઓને ટ્રાફિક સમસ્યામાંથી સૌથી મોટી મુક્તિ મળશે.

રાજકોટમાંથી ગોંડલ ચોક ખાતેથી અમદાવાદ તરફ જવા માટે વાહનચાલકો બી.આર.ટી.એસ. રોડ પર છેલ્લા બસ સ્ટોપ પાસેથી સીધા જ નેશનલ હાઈ-વે પરના ઓવરબ્રિજ પર જઈ શકે તે માટે એક નવા એલિવેટેડ રેમ્પનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ કાર્ય માટે પણ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા રૂ.4 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આ માટેની જમીન રાજકોટ મહાનગરપાલિકા આપશે…