સૌરાષ્ટ્ર પંથકમાં મહિલા સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલા પાસે નોકરીએ જતી મહિલાને કારમાં લીફ્ટ આપીને કારમાં છેડતી કરીને કારમાંથી ફેંકી દીધી હતી. જેના પગલે મહિલા રસ્તા ઉપર પટકાતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા ઉમાપરમાં નોકરીએ જતી મહિલાને કાર ચાલકે લીફ્ટ આપી હતી. ત્યારબાદ કારમાં ચાલક દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી. છેડતી કર્યા બાદ મહિલાને કારમાંથી બહાર ફેંકી દીધી હતી. જેના પગલે રસ્તા ઉપર પટકાતા મહિલાનું મોત નીજપ્યું હતું. જેના પગલે મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હતી.
જેના પગલે સાયલા પોલીસ ગુનો નોંધી તપાસ હાથધરી હતી. તપાસમાં જણાવા મળ્યા પ્રમાણે આરોપી વાટાવાંછ ગામનો નામચીન શખ્સ છે. જેનું નામ સતુ કાઠી છે. માથાભારે સતુ કાઠી સામે મહિલાની છેડતી બાદ મોત આંગે ફરિયાદ નોંધીને તેને પકડવા માટેની તજવીજ હાથધરી છે.