Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. યુવકનું ગળુ કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવાઈ આવી રહી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, સુરતમાં ડીંડોલી મધુરમ સર્કલથી કેનાલ જતાં રોડ પર એક યુવકની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે યુવકના શરીરમાં ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યુ હતું તેમજ તેનું ગળુ કાપી ફેંકી દેવાતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.
લાશને પી.એમ. અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. મૃતક કોણ છે તેની તપાસ કરવા પી.આઈ., એસીપી, ડીસીપી, સુકત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ