આપધાત/ અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારનો સામૂહિક આપધાત, હાજર લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ

અમદાવાદથી સામૂહિક આપધાતની ઘટના સામે આવી છે. સાબરમતી નદીમાં એક પરિવારે કુદકો મારીને આપધાત કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Gujarat Top Stories Ahmedabad Trending
Cricket Tutorials YouTube Thumbnail 81 અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારનો સામૂહિક આપધાત, હાજર લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ

અમદાવાદથી સામૂહિક આપધાતની ઘટના સામે આવી છે. સાબરમતી નદીમાં એક પરિવારે કુદકો મારીને આપધાત કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના સાડા નવ વાગ્યાની આસપાસની છે. જેમાં બે મહિલાઓ, એક પુરુષ અને એક નાનું બાળક આમ કુલ ચાર લોકોએ નદીમાં કુદકો માર્યો હતો.

મળતી મહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પર પાલડી ચંદ્રનગર તરફ વોક વે પરથી આ પરિવારે નદીમાં કુદકો માર્યો હતો. વોક વે પર લોકો હાજર હતા. હાજર લોકો દ્વારા તાત્કાલીક ધોરણે 3 લોકોને બહાર કાઢ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો. પરિવારના ચાર સદસ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ થતા જ પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. હાલ પરિવારના ચાર વ્યક્તિઓને રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશને લઇ જવાયા છે. અને પોલીસ દ્વારા તેમની પુછપરછ કરાય રહી છે અને શા માટે આપધાત કર્યો તેની તપાસ થઇ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ