Not Set/ ભાજપ સાંસદ વિજય ગોયલે મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત, કહ્યુ- મોદી હૈ તો મુમકીન હૈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન એક મહિનાની રાજકીય ગરમા-ગરમી બાદ આજે સમાપ્ત થઇ ગયુ છે. આ મુદ્દે મંતવ્ય ન્યૂઝ પર ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ વિજય ગોયલે ખાસ વાત કરી હતી. તેમણે આ મુદ્દે ખુલ્લા મને મંતવ્ય ન્યૂઝને જણાવ્યુ કે, દિલ્હીની જનતા સુરક્ષા અને શાંતિને પસંદ કરશે. જે રીતે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં કામ કર્યુ છે તેવી […]

Top Stories Gujarat Assembly Election 2022 India
vijay goel ભાજપ સાંસદ વિજય ગોયલે મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત, કહ્યુ- મોદી હૈ તો મુમકીન હૈ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન એક મહિનાની રાજકીય ગરમા-ગરમી બાદ આજે સમાપ્ત થઇ ગયુ છે. આ મુદ્દે મંતવ્ય ન્યૂઝ પર ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ વિજય ગોયલે ખાસ વાત કરી હતી. તેમણે આ મુદ્દે ખુલ્લા મને મંતવ્ય ન્યૂઝને જણાવ્યુ કે, દિલ્હીની જનતા સુરક્ષા અને શાંતિને પસંદ કરશે. જે રીતે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં કામ કર્યુ છે તેવી જ રીતે લોકોનું પણ હવે માનવુ છે કે મોદી હૈ તો મુમુકીન હૈ.

દિલ્હીમાં કોની સરકાર બની શકે છે તેના જવાબમાં સાંસદે કહ્યુ કે, દિલ્હીએ છેલ્લા પાંચ વર્ષમાં જે શાસન જોયુ છે તેમા, દિલ્હી સરકાર કેન્દ્ર સરકાર સાથે ઝઘડતી અને આરોપ-પ્રત્યારોપ કરતી જ જોવા મળી છે, જો બન્ને સરકાર કેન્દ્રની જ હોય ત્યારે આરોપ-પ્રત્યારોપની રમત પણ નહી થઇ શકે અને વિકાસ જ તમને જોવા મળશે. આપ પાર્ટી કામ કરવા માંગે છે પણ કેન્દ્રની મોદી સરકાર કરવા નથી દેતી, તેના જવાબમાં સાંસદે કહ્યુ કે, જો અમે તેમને કામ કરવા દીધુ નથી તો આ કયુ કામ બતાવી રહ્યા છે જેના ગુણગાન ગાઇ રહ્યા છે.

શાહીન બાગમાં ચાલી રહેલા CAA વિરોધ પ્રદર્શનને લઇને કરવામાં આવેલા સવાલ પર સાંસદે કહ્યુ કે, તે હવે દિલ્હીની સરકારે જોવાનું છે, તેમણે રસ્તાઓ બ્લોક કરી દીધા છે, લોકોને આજે આ પ્રદર્શનથી ઘણી તકલીફો પડી રહી છે. બાળકો સ્કૂલે જઇ શકતા નથી, લોકો ઓફિસ પહોંચી શકતા નથી. લોકોને લાગે છે કે આ પ્રકારનાં અડ્ડાઓ થવા લાગ્યા તો દિલ્હીની સુરક્ષા અને શાંતિ ખતરાની અંદર પહોંચી જશે. હુ માનું છુ કે આ વિષય પર પણ નિર્ણય લેવામાં આવવો જોઇએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.