Not Set/ ભાજપમાં ભડકો/ ટેલીફોનીક વાત બાદ વાઘાણી – ઇનામદાર વચ્ચે યોજાઇ બેઠક

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિકાસના કામો ન થતાં હોવાના દાવા સાથે કેતન ઈનામદારે ધારાસભ્ય પદ અને પાર્ટી છોડી છે. તેઓ લાંબા સમયથી નારાજ હતા. તેમની સાથે માંજલપુરના યોગેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ પણ નારાજ હતા. પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો નથી થતાં અને અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા […]

Top Stories Gujarat
inamdar ભાજપમાં ભડકો/ ટેલીફોનીક વાત બાદ વાઘાણી - ઇનામદાર વચ્ચે યોજાઇ બેઠક

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિકાસના કામો ન થતાં હોવાના દાવા સાથે કેતન ઈનામદારે ધારાસભ્ય પદ અને પાર્ટી છોડી છે. તેઓ લાંબા સમયથી નારાજ હતા. તેમની સાથે માંજલપુરના યોગેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ પણ નારાજ હતા. પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો નથી થતાં અને અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા તેવો આરોપ ત્રણેય ધારાસભ્યોએ કર્યો હતો. જો કે જેતે સમયે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડેમેજ કંટ્રોલ કરી ત્રણેય ધારાસભ્યોને સમજાવ્યા હતા. પણ હવે આ ત્રણ પૈકીના એક એવા કેતન ઈનામદારે રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા છે.

તો આ તરફ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેતન ઇનામદારના રાજીનામાને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  વડોદરાના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે. પોતાના મતવિસ્તારના અમુક વિકાસ કાર્યો બાબતે તેમની માગણીઓ હતી તે બાબતે તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેં એમને બાહેધરી આપી છે કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા તેજ ગતિએ કાર્યરત છે ત્યારે  કેતન ઇનામદારની પણ લાગણીઓ ધ્યાને લઈ જે કંઈ ક્ષતિ ઓ હશે તે દુર કરવામાં આવશે જેથી તેમની નારાજગી સંપૂર્ણ દૂર થઈ શકે.

ટેલિફોનીક વાતચીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કેતન ઇનામદાર વચ્ચે ગાંધીનગરનાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગરનાં સર્કિટ હાઉસનાં અરવિંદ હોલ ખાતે મળેલી આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ દ્વારા પોતાની ટેલીફોનીક વાતને રીપીટ કરી યોગ્ય કરવાની બાહધરી આપવામાં આવી હતી. કેતન ઇનામદાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, મારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તો હું માની જઇશ.

જુઓ વાઘાણી-ઇનામદારની મુલાકાત પર આ રિપોર્ટ……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.