Not Set/ આ ગામમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂત ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર એક ખેડૂતને રૂ.૬ લાખ ૫૯ હજાર ૭૦૦ ઉપરાંતના ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જી. પોલીસે

Gujarat Trending
ganja khedut આ ગામમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂત ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

મોહસીન દાલ, પંચમહાલ @મંતવ્ય ન્યૂઝ

શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર એક ખેડૂતને રૂ.૬ લાખ ૫૯ હજાર ૭૦૦ ઉપરાંતના ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોધપુર શેખપુર ગામના કટારા ફળિયામાં રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટ દ્વારા પોતાના મકાનની સામેની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી એસ.ઓ.જી.પી.આઈ. એમ.પી.પંડયાને ખાનગી રાહે મળી હતી.

ganja khedut 2 આ ગામમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂત ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

બાતમીના આધારે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ્પેકટર એમ.પી.પંડયા સહીતની પોલીસ સ્ટાફની ટીમે જોધપુર ગામના કટારા ફળીયામાં રહેતા રમેશ ખાંટના ખેતરમાં છાપો મારતા રમેશ ખાંટએ પોતાના ખેતરમાં મકાઈના ઉભા પાક વચ્ચે ઉગાડેલ લીલા ગાંજાના ૩૫ જેટલા છોડ મળી આવ્યા હતા.

ganja khedut 3 આ ગામમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂત ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

જે બાબતે એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.પી.પંડયા દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવતા એફ.એસ.એલ. ટીમે ગાંજાના છોડ હોવાનું સ્થાપિત કર્યુ હતું. જેથી એસ.ઓ.જી.પોલીસ દ્વારા લીલા ગાંજાના ૩૫ છોડને કબ્જે કરી તેનું વજન કરતા ૬૫ કિલો ૯૭૦ ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું,જેથી પોલીસે રૂ.૬,૫૯,૭૦૦ની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત રમેશભાઈ અમલાભાઈ ખાંટને ઝડપી પાડી તેની સામે નાર્કોટિક્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

majboor str 9 આ ગામમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂત ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો