પાકિસ્તાન/ જાણવા જેવી છે પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન શહબાઝની ઇમરાન ખાનને ટકોર

પાકિસ્તા ની મુસ્લિમ લીગ નવાઝનાં નેતા શહબાઝએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની કરોડો માતા, બહેનો તેમજ વૃદ્ધોની દુવા અલ્લાહે કબુલ કરી છે.

Top Stories World
પાકિસ્તાન

અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ પાકિસ્તાન ના ભાવિ વડાપ્રધાન શહબાઝ શરીફે સતા પરથી ઉતારેલા ઇમરાન ખાનને મોટી ટકોર કરી છે. શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન ની નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતા વિપક્ષી દળોના નેતાએ કહ્યું હતું કે અમે પાકિસ્તાન માં કોઈ  સાથે અન્યાય કે જયાદતી નહિ કરીએ. કોઈને કારણ વગર જેલમાં પણ મોકલીશું નહિ. પરંતુ કાયદો તેનું કામ કરશે.

પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાઝ (PML-N)નાં નેતા શહબાઝએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની કરોડો માતા, બહેનો તેમજ વૃદ્ધોની દુવા અલ્લાહે કબુલ કરી છે. પાકિસ્તાનમાં આવતીકાલે એક નવી સવાર હશે. અમે પાકિસ્તાનને કાયદાનું પાલન કરતુ પાકિસ્તાન બનાવીશું. તેમને કહ્યું હતું કે પાકિસ્તાનમાં કેવા નેતાઓને જેલ મોકલવામાં આવ્યા અમે તે મામલામાં પાડવા માંગતા નથી. અમે બસ પાકિસ્તાનને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છીએ છીએ. હું એટલું જ કહેવા ઈચ્છું છું કે હું વર્તમાન સમયમાં દુઃખી થયેલા લોકોને મલમ લગાવવા ઈચ્છું છું. અમે કોઈ સાથે બદલો લેશું નહિ. કોઈને જેલમાં મોકલીશું નહિ પરંતુ કાયદો તેનું કામ કરશે. ન્યાય થશે. આપણે મળીને દેશને ચલાવીશું અને પાકિસ્તાનમાં ન્યાય પ્રણાલિકા સ્થાપીશું.

પોતાના ભાષણમાં શાહબાઝે વિપક્ષી દળોના સંઘર્ષના વખાણ કરતા કહ્યું હતું કે, આવી મિસાલ પાકિસ્તાનમાં ખૂબ ઓછી જોવા મળે છે. અંતે હું મારા શબ્દોને એક શેર સાથે વિરામ આપીશ. ” जब अपना काफिला अज़्म-ओ-यकीं से निकलेगा, जहां से चाहेंगे रास्ता वहीं से निकलेगा. वतन की मिट्टी मुझे एड़ियां रगड़ने दे, मुझे यकीं है चश्म वहीं से निकलेगा, जहां से चाहेंगे रास्ता वहीं से निकलेगा. वतन की मिट्टी मुझे एड़ियां रगड़ने दे, मुझे यकीं है चश्म वहीं से निकलेगा ”