vijay rupani/ લોકસભા ચૂંટણી લડવાનો નથીઃ વિજય રૂપાણી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવાના નથી. આમ તેમણે ગુજરાતની 11 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે ત્યારે પોતે આ રેસની બહાર હોવાની જાહેરાત કરી દીધી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 2024 03 08T144823.696 લોકસભા ચૂંટણી લડવાનો નથીઃ વિજય રૂપાણી

ગીર-સોમનાથઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડવાના નથી. આમ તેમણે ગુજરાતની 11 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે ત્યારે પોતે આ રેસની બહાર હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે મેં કોઈ ટિકિટ માંગી જ નથી અને હું ચૂંટણી લડવાનો પણ નથી.

આ પહેલા રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે રૂપાણીને પક્ષ રાજ્યસભામાં લઈ જશે. આ ઉપરાંત રાજ્યસભામાંથી સાંસદ બનાવીને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા સુધીની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. તેના પછી તેમને લોકસભા ટિકિટ મળવાની છે તેવી વાત ચર્ચાની એરણે ચડી હતી. તેના પછી તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની વાતોનું બજાર પણ ગરમ થયું હતું.

આ ઉપરાંત આ વખતે ભાજપ તેમને રાજકોટમાંથી લોકસભાની ટિકિટ આપશે તેવી વાતો વહેતી થી હતી. જો કે રાજકોટની બેઠક પર ભાજપે રૂપાલાનું નામ જાહેર કરતાં બધી ચર્ચાનો અંત આવી ગયો છે. રૂપાણી હવે કદાચ સમજી ગયા હોય કે પાર્ટી તરફથી તેમને જે કંઈ મળવાનું હતું તેનાથી વધારે મળી ચૂક્યું છે. સીએમ પદ છોડતી વખતે રૂપાણીએ પોતે જ કહ્યું હતું કે મને મારી અપેક્ષા કરતાં પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. મારે કંઇ માગવાની જરૂર જ પડી નથી. તેની સાથે તેમણે આગામી ચૂંટણીમાં એનડીએ 400 બેઠક પાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણીએ પણ સોમનાથ ખાતે ભોળાનાથના દર્શન કર્યા હતા. તેમણે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા અર્ચના કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ