Stock Markets/ શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઉછાળા સાથે બંધ થયા

ભારતીય શેરબજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ-નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જોકે એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

Top Stories Business
sharemarketupdate 21678217739481 2 શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઉછાળા સાથે બંધ થયા

ભારતીય શેરબજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ-નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જોકે એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 33 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 74,119 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19 પોઈન્ટના ઉછાળા સાથે 22,493 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમની ઐતિહાસિક ટોચ પર બંધ થયા છે.

શેરબજારમાં આજે એફએમસીજી, આઈટી, પીએલયુ બેન્ક, ફાર્મા, મેટલ, મીડિયા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રા શેરો ઘટીને બંધ રહ્યા હતા. બુધવારના ઘટાડા બાદ આજના સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 30 શૅર ઉછાળા સાથે અને 20 શૅર ઘટાડાની સાથે બંધ થયા હતા.

શેરબજારમાં આવેલી તેજીના કારણે બજારની મૂડીમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 392.75 લાખ કરોડે પહોંચ્યું છે, જે ગયા સત્રમાં રૂ. 391.37 લાખ કરોડ હતું. આજના બજારના બજાર મૂલ્યમાં રૂ. 1.38 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

શેરબજારના આજના કારોબારમાં ટાટા સ્ટીલ 3.90 ટકા, ટાટા મોટર્સ 2.14 ટકા, JSW સ્ટીલ 2.09 ટકા, બજાજ ફિનસર્વ 2 ટકા, બજાજ ફાઇનાન્સ 1.71 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.50 ટકા અને ITC 1.39 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.68 ટકાના વધારા સાથે, રિલાયન્સ 1.59 ટકા, એક્સિસ બેન્ક 1.23 ટકા, ICICI બેન્ક 0.82 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો