Not Set/ ઈરાનમાં યાત્રી વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, ૬૬ લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ

ઈરાન, તહેરાનથી યસુજ જઈ રહેલા ઈરાનનું એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. એક સમાચાર એજેન્સીના જણાવ્યા મુજબ, આ યાત્રી વિમાન ૬૬ યાત્રીઓને લઇને જઈ રહ્યું હતું ત્યારે ઉડાન ભર્યાના થોડાક જ સમયગાળામાં વિમાનનો એટીસીસાથે સંપર્ક તૂટી ગયો હતો. પ્રારભિક રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર તમામ ૬૬ યાત્રીઓની આ ઘટનામાં મોત નીપજ્યું છે. […]

Top Stories
Iran Aseman 727 200 EP ASB 14Tko DXB SBI46 L ઈરાનમાં યાત્રી વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, ૬૬ લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ

ઈરાન,

તહેરાનથી યસુજ જઈ રહેલા ઈરાનનું એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. એક સમાચાર એજેન્સીના જણાવ્યા મુજબ, આ યાત્રી વિમાન ૬૬ યાત્રીઓને લઇને જઈ રહ્યું હતું ત્યારે ઉડાન ભર્યાના થોડાક જ સમયગાળામાં વિમાનનો એટીસીસાથે સંપર્ક તૂટી ગયો હતો. પ્રારભિક રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર તમામ ૬૬ યાત્રીઓની આ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ તમામ ઈમરજન્સી ફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વિમાને તેહરાનના મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

જાણવામાં આવી રહ્યું છે કે, આ યાત્રી વિમાન જ્યાં દુઘર્ટનાગ્રસ્ત થયું છે તે એક પર્વતીય વિસ્તાર છે. તહેરાનથી યસુજ માટે ઉડાન ભરેલા અસેમન એયરલાઈન્સનું આ વિમાન સેમિરોમ શહેર પાસે ક્રેસ થયું છે.

અસેમન એયરલાઈન્સના પ્રવક્તા ઈરાન ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ યાત્રી વિમાનમાં એક બાળક સહિત ૬૦ યાત્રી અને ૬ કૃ મેમ્બર સવાર હતા. બે એન્જિનવાળા આ વિમાન નાની યાત્રા માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે. આ દુર્ઘટના બાદ ખરાબ વાતાવરણના કારણે રાહત અને બચાવ કામગીરીમાં સમસ્યા ઉભી થઇ રહી છે.