Not Set/ બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓને માર્ગદશન આપવા સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્રારા એક હેલ્પલાઈન ટોલ ફ્રી નંબરની સુવિધા કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબરથી આગામી માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માર્ગદશન મેળવી શકશે. આ હેલ્પલાઈન નંબર ૧૯ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અને 28 માર્ચ સુધી  ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ૧૮૦૦૨૩૩૫૫૦૦ હેલ્પલાઈન નંબર રાખવામાં આવ્યો છે. આ ટોલ […]

Gujarat
UGL UIUC student બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓને માર્ગદશન આપવા સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્રારા એક હેલ્પલાઈન ટોલ ફ્રી નંબરની સુવિધા કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબરથી આગામી માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માર્ગદશન મેળવી શકશે. આ હેલ્પલાઈન નંબર ૧૯ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અને 28 માર્ચ સુધી  ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ૧૮૦૦૨૩૩૫૫૦૦ હેલ્પલાઈન નંબર રાખવામાં આવ્યો છે.

આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ડિપ્રેશનથી બહાર આવી શકે છે. આ હેલ્પલાઈન નંબર સાથે શિક્ષણના નિષ્ણાંતો કાઉન્સિલ માટે રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ પુરી ના કરી હોય કે પછી પરીક્ષાથી ડરીને ખોટા પગલા ભરી લેતા હોય છે. તેવા વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઈન નંબર સારો ઉપયોગી સાબિત થશે. આ હેલ્પલાઈન નંબર વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે.