Not Set/ અકસ્માત / બનાસકાંઠા અને પંચમહાલમાં 4 બાઈક સવારોના મોત

ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર રોડ સેફટીના ગમે તેવા નિયમો બનાવે છતાય ગુજરાતમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજ રાજ્યમાં બે પાંચ સ્થળો પર રોડ અકસ્માત જોવા મળે જ છે. ગત રાત્રીના રોજ બનાસકાંઠા અને પંચમહાલ જીલ્લામાં પણ ભયંક રોડ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. વાત કરીએ […]

Gujarat Others
abhijit 4 અકસ્માત / બનાસકાંઠા અને પંચમહાલમાં 4 બાઈક સવારોના મોત

ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર રોડ સેફટીના ગમે તેવા નિયમો બનાવે છતાય ગુજરાતમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજ રાજ્યમાં બે પાંચ સ્થળો પર રોડ અકસ્માત જોવા મળે જ છે. ગત રાત્રીના રોજ બનાસકાંઠા અને પંચમહાલ જીલ્લામાં પણ ભયંક રોડ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.

વાત કરીએ બનાસકાંઠાની તો અહીં અંબાજી છાપરી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ભયંક અકસ્માતમાં એકનું મોત થઈ ગયું છે. જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર પથ્થરમારો કર્યો હતો.

જયારે પંચમહાલ જીલ્લામાં બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ લોકોના મોત થયા છે. હાલોલ-ઘોઘંબા પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે  બાઇક સવારોના ઘટનાસ્થળે મોત નીપજ્ય હતા. જયારે અન્ય ત્રીજા યુવકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા યુવાનોને અકસ્માત નડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.