Not Set/ પુલવામા હુમલો/શહીદ જવાનોની યાદમાં બનેલ સ્મારકનું થશે ઉદ્દઘાટન

ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 4૦ જવાનોની સ્મૃતિમાં બનેલા સ્મારકનું શુક્રવારે લેથપુરા કેમ્પમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુરુવારે સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઝુલ્ફિકર હસને સ્મારક સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્મારકમાં તે શહીદ સૈનિકોના નામની સાથે સાથે તેમના ફોટા પણ હશે. ઉપરાંત, સીઆરપીએફનું સૂત્ર “સેવા અને નિષ્ઠા” પણ હશે. હસને કહ્યું, […]

Top Stories India
Untitled 144 પુલવામા હુમલો/શહીદ જવાનોની યાદમાં બનેલ સ્મારકનું થશે ઉદ્દઘાટન

ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 4૦ જવાનોની સ્મૃતિમાં બનેલા સ્મારકનું શુક્રવારે લેથપુરા કેમ્પમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુરુવારે સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઝુલ્ફિકર હસને સ્મારક સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્મારકમાં તે શહીદ સૈનિકોના નામની સાથે સાથે તેમના ફોટા પણ હશે. ઉપરાંત, સીઆરપીએફનું સૂત્ર “સેવા અને નિષ્ઠા” પણ હશે.

હસને કહ્યું, ‘તે ચોક્કસપણે દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમે તેમાંથી શીખ્યા છીએ. અમે અમારિ ચળવળ દરમિયાન હંમેશા સર્તક રહેતા હતા, પરંતુ હવે સર્તકતા ખુબ વધી ગઈ છે. તેમણે કહ્યું કે 40 સૈનિકોની સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને ખતમ કરવાના આપણા સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યા છે.

સીઆરપીએફના વિશેષ ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકર હસન, કાશ્મીર ક્ષેત્રના મહાનિરીક્ષક રાજેશ કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય દળના જવાનો લેથપુરામાં સીઆરપીએફ તાલીમ કેન્દ્રમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.

હસને કહ્યું, “તે સન્માન સમારોહ થશે. પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના નામ સાથે શહીદ સ્તંભનું અનાવરણ કરવામાં આવશે. લેથપુરા ખાતે આ પ્રસંગે રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે.” તેમણે કહ્યું કે આ પ્રસંગે શહીદ જવાનોના પરિવારજનોને આમંત્રણ અપાયું નથી. હસને કહ્યું, “તેમના ઘરોમાં પણ ખાનગી સમારોહ (વરસી) નો કાર્યક્રમ હશે. આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.