છોટાઉદેપુર/ ખત્રી વિદ્યાલય દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ શેરી શિક્ષણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ

ઘરે ઘરે જઇ શેરી શિક્ષણ કરાવતા બોડેલી ખત્રી વિદ્યાલય ના શિક્ષકો

Gujarat Vadodara
Untitled 256 ખત્રી વિદ્યાલય દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ શેરી શિક્ષણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ

સુલેમાન ખત્રી-મંતવ્ય ન્યુઝ

કેટલાય સમયથી ચાલી રહેલી કોરોના મહામારી માં સૌથી વધુ હાલત કફોડી થઇ હોય તો તે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છે કોરોનાનુ સંક્રમણ અટકાવવા લોકડાઉન સાથે શાળાઓ પણ બંધ થઈ છે જેની સીધી અસર વિદ્યાર્થીનાં અભ્યાસ પર પડી છે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં ક્યાંક નેટવર્ક નાં પ્રશ્ર્નો તો ક્યાંક વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન નહીં હોવાના પ્રશ્ર્નો ને કારણે ઓનલાઇન શિક્ષણ નો કોઈ મોટો ફાયદો વિદ્યાર્થીઓને થયો હોય તેમ લાગતુ નથી બસ ઓનલાઇન શિક્ષણ ની એક ફોર્માલીટી કરવામાં આવી કે જેથી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી ના નાણાં ઉઘરાવી શકે.

હાલતો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ તો કરી દેવાયા છે પરંતુ જે પ્રમાણે નો અભ્યાસ મળવો જોઇએ તે મળ્યો નથી તેવા સમયમાં બોડેલી ના અલીખેરવા વિસ્તારમા આવેલી MDI શાળા સંકુલમાં ચાલતી ખત્રી વિદ્યાલય, બોડેલીના શિક્ષકો ગામમાં જઈ ઘરે ઘરે ફરી વિદ્યાર્થીઓને બોલાવી ઘરના ઓટલા પર કે વાડામાં, ગામની ભાગોળે કે મંદિરના ચોગાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સરાહનીય કામગીરી અહીંના શિક્ષકોએ હાથ ધરી છે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓને વિષય મુજબ પેમ્પ્લેટ આપવામાં આવે છે . ઘરની દિવાલ કે અન્ય જગ્યાએ બ્લેકબોર્ડ પર ચોક દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે અને આ કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેની કાળજી રાખવામાં આવી રહી છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં બધી જ બાજુએ ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ ન હોય આવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર શાળાએ એક નવું અભિયાન શરૂ કર્યું છે . ગત વર્ષે પણ આ જ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. શાળામાંથી પણ જે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણ લેવા માટેની વ્યવસ્થા છે તેઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાર પછી તેઓના ઘરે જઈને પણ વિદ્યાર્થીઓએ કેટલું આત્મસાત કર્યું છે તેની ખાતરી કરી વિદ્યાર્થીઓની મૂંઝવણો શિક્ષકો તેમના ઘરે જઈને દૂર કરે છે.

શાળાના આ નવતર પ્રયોગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાવ્યો છે. સાથે સાથે વાલીઓ, ગામના વડીલો પણ શાળાને અભિનંદન પાઠવી રહ્યા છે