અકસ્માત/ ટ્રકની અડફેટે આવી બે મહિલા, સદનસીબે બંને મહીલાનો અદભુત બચાવ

જ્યારે વ્યકિતનું નસીબ તેની સાથે હોય છે ત્યારે તેની સાથે કુદરતની મદદ જોડાયેલી હોય છે અને આવી વ્યક્તિને મુશ્કેલીઓ અને આફતો તેનું કશું બગાડી શકતી નથી. આવો જ એક બનાવ મોરબી ખાતે બન્યો હતો. જેમાં બે મહિલાઓએ મોતને પોતાની નજરો નજરથી જોયું હતું જોકે સદનસીબે, બંને મહિલાઓનુ અદભુત બચાવ થયો હતો. મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક […]

Gujarat
Untitled 99 ટ્રકની અડફેટે આવી બે મહિલા, સદનસીબે બંને મહીલાનો અદભુત બચાવ

જ્યારે વ્યકિતનું નસીબ તેની સાથે હોય છે ત્યારે તેની સાથે કુદરતની મદદ જોડાયેલી હોય છે અને આવી વ્યક્તિને મુશ્કેલીઓ અને આફતો તેનું કશું બગાડી શકતી નથી. આવો જ એક બનાવ મોરબી ખાતે બન્યો હતો. જેમાં બે મહિલાઓએ મોતને પોતાની નજરો નજરથી જોયું હતું જોકે સદનસીબે, બંને મહિલાઓનુ અદભુત બચાવ થયો હતો.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક મેસ્ટ્રોમાં જઈ રહેલ બે મહિલાઓને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઈજા થઇ હોય અને ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા પ્રેરણાબેન ઉર્ફે પ્રીયંકાબેન રાકેશભાઈ પાઠક (ઉ.૧૮) એ તેનું મોટર સાઈકલ હીરો મેસ્ટ્રો જીજે ૩૬ કયું ૫૫૦૭ માં સાહેદ માલવિકાબેન સાથે જતા હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ચોકડી પર ટ્રક આર જે ૦૭ જીડી ૧૪૭૭ ના ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવીને પ્રેરણાબેનના મોટર સાઈકલને પાછળના ભાગે ઠોકર મારી પાડી દઈ હડફેટે લેતા પ્રેરણાબેનને ઈજાઓ પહોચી હતી તો સાહેદના ડાબા પગ પર ટ્રકનું ક્લીનર સાઈડની ટાયર ફેરવી દઈને ઈજા કરી એક્સ્મત બાદ ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ પ્રેરણાબેનએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે