Not Set/ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ મોત, પોલીસ બેડામાં દોડધામ

  વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારી નું કેહવું છે કે, મરનારને બીમારી હતી અને જેના કારણે મોત થયેલ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવારજનો એ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે અને પરિવાર પોલીસ ઉપર આરોપ […]

Ahmedabad Gujarat
17696d45cbe3bd60a89a95d008a7185d વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ મોત, પોલીસ બેડામાં દોડધામ
17696d45cbe3bd60a89a95d008a7185d વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ મોત, પોલીસ બેડામાં દોડધામ 

વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારી નું કેહવું છે કે, મરનારને બીમારી હતી અને જેના કારણે મોત થયેલ છે.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવારજનો એ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે અને પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી જેના કારણે મોત થયેલ છે.

મરનાર અબ્દુલ કાદરને જુગારના કેસમાં લાવવામાં આવ્યા હતા અને જે હાલ નજરકેદમાં હતા. ઘટના કંઈ એમ છે કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ચાલી રહ્યાં હોવાની માહિતી dg વિજિલન્સની ટિમને મળી હતી અને કાલે બપોરે 7 લોકોની જુગાર રમતા આશરે 2 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. 

આ કેસમાં અબ્દુલ કાદર રૂમ ભાડે રાખી જુગાર ચલાવી રહ્યાં હોવાનો આરોપ લાગયો હતો એન તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ દ્વારા કેસ કરી રાતે વેજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો અને વેજલપુર પોલીસ દ્વારા તમામ લોકોને નજરકેદ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ બાદ તમામ લોકોની ધરપકડ કરવાની હતી પરંતુ તે દરમ્યાન અબ્દુલ કાદરનું મોત થઈ જતા હોબાળો મચી ગયો.

આ મામલે મરનારની પુત્રીનું કેહવું છે કે, મારા પિતાને જુગાર કેસમાં લઈ આવ્યા હતા અને અમે રાતે તેમની બીમારીની દવા આપવા માટે આવ્યા પરંતુ પોલીસે દવા આપવા ના દીધી. જોકે આ મામલે પોલીસે cctv પણ જાહેર કર્યા છે અને જેમાં કોઈએ માર નથી માર્યો અને આ એક આકસ્મિક મોત છે તેમ કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.