AHMEDABAD NEWS/ અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 30 અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદઃ અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં 1,066 દર્દીઓ જોવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.

આ કેસોમાં મેલેરિયાના 223, ડેન્ગ્યુના 83 અને ચિકનગુનિયાના છ કેસ સહિત વાઇરલ કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. લોકોના આરોગ્ય પર કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગચચાળો બેકાબૂ બની રહ્યો છે. ઝાડા ઉલ્ટીના 1,366 તથા કોલેરના 18 કેસ નોંધાયા છે. વટવા અને અમરાઇવાડી, દાણીલીમડાની સાથે મણિનગર, લાંભાની જોડે વસ્ત્રાલમાં કોલેરાના કેસ મહિનામાં નોંધાયા છે. પાણીના સેમ્પલ પૈકી 134 સેમ્પલ યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.

અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઇન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમા છેલ્લા એક મહિનામાં 60થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડર છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો પણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. એએમસીએ સૂચના આપી હતી કે યુએચસી અને પીએચસી ખાતે ગરમીના લીધે આવતા દર્દીઓ અંગે ખાસ સૂચના અપાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં કળિયુગી નિષ્ઠુર પુત્રના લીધે માબાપની આત્મહત્યા

આ પણ વાંચો:ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા, અમિત શાહે કમલમમાં બેઠકોનો દોર ચલાવ્યો

આ પણ વાંચો:મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી

આ પણ વાંચો:અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન