દેશમાં બાળકીઓની સુરક્ષાને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે અને બાળકીઓ પર થઇ રહેલી અત્યાચારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે, ત્યારે હરિયાણામાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે.
આ ઘટના હરિયાણાનાં રેવાડીમાં બની છે, જ્યાં માત્ર 10 વર્ષની બાળકી પર 7 છોકરાઓએ ગેંગરેપ કર્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, રેવાડીમાં ગત 24 મેના રોજ કેટલાક બાળકો મેદાનમાં રમતા રમતા બાજુમાં રહેલી સ્કૂલની બિલ્ડિંગમાં જતા રહ્યા ત્યાં 7 છોકરાઓએ 10 વર્ષની બાળકીની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે બાળકીના પરિવારને જાણકારી મળતા તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત
ગેંગરેપ કરનારા 7 આરોપીઓમાં એક 18 વર્ષનો છે, જયારે બાકીના 10 થી 12 વર્ષની વચ્ચે છે. આ ઉપરાંત આરોપીઓ અંગે પોલીસનું કહેવું છે કે, છોકરીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં છોકરીની સાથે થયેલા ગેંગરેપની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે 7 આરોપીઓમાંથી 3 સગીર બાળકીના સંબંધી છે.
આ પણ વાંચો :ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ
બીજી બાજુ આ ઘટના વિડીયો વાયરલ થયા બાદ સામે આવી છે, જેને પીડિતાના પાડોશીઓએ જોયો હતો. આ સાથે જ હવે પોલીસ વિડીયો વાયરલ કરનારની પણ ડીટેલ શોધી રહી છે.
આ પણ વાંચો :આજથી ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા