Not Set/ રાંચી ટેસ્ટ/ ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, દ.આફ્રિકાને ઈનિંગ્સ અને 202 રને હરાવ્યું

ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાએ મહાજીતની ભેટ દેશવાસીઓને આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સેનાએ દક્ષિણ આફ્રિકાને 3-0થી સાફ કરી દીધું છે. મંગળવારે, રાંચી ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી પરાજિત કર્યું હતું. ભારતને ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી. 🔸 […]

Top Stories Sports
team india રાંચી ટેસ્ટ/ ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, દ.આફ્રિકાને ઈનિંગ્સ અને 202 રને હરાવ્યું

ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાએ મહાજીતની ભેટ દેશવાસીઓને આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સેનાએ દક્ષિણ આફ્રિકાને 3-0થી સાફ કરી દીધું છે. મંગળવારે, રાંચી ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી પરાજિત કર્યું હતું. ભારતને ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી.

રોહિત શર્માને મેચમાં તેની શાનદાર બેટિંગનાં કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે.

દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાએ દેશવાસીઓને આ મહાજીતની ભેટ આપી છે. મંગળવારે ભારતે રાંચી ટેસ્ટનાં ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યુ છે. ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ઇનિંગમાં 133 રનો પર ફોલોઆઉટ કરી દીધુ છે. આ અગાઉ ભારતે નવ વિકેટનાં નુકસાન પર 497 રનમાં પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. આ પછી, ત્રીજા દિવસે, દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 162 રન પર ઢેર થઈ ગયું હતું અને તેને ફોલોઓન આપવામાં આવ્યુ હતું. બીજી ઇનિંગ્સમાં પણ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ બદલાઇ નહી અને ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતથી 203 રન પાછળ હતી, ચોથા દિવસે તે ફક્ત એક જ રન ઉમેરી શકી હતી અને મેચને ઇનિંગ્સ અને 202 રનથી હારી ગઈ હતી.

ત્રીજા દિવસની રમતનાં અંત સુધીમાં, થેયુનિસ ડે બ્રૂયન 30 રન પર રમી રહ્યો હતો. આ મેચમાં બ્રૂયન અંતિમ -11 માં નહોતો, પરંતુ ઓપનર ડીન એલ્ગર (16) ને ઇજા થતાં તે કનસેશન ખેલાડી તરીકે મેદાનમાં આવ્યો હતો. ચોથા દિવસે, બ્રૂયન કોઈ રન ઉમેરી શક્યો નહીં અને શાહબાઝ નદીમનાં બોલ પર રિદ્ધિમાન સાહાએ તેનો કેચ પકડ્યો. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ ત્રણ, ઉમેશ યાદવે બે, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી. શાહબાઝ નદીમે ચોથા દિવસે બંને વિકેટ ઝડપી હતી. નદીમ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. તેણે કુલ છ ઓવર ફેંકી હતી અને 18 રનમાં બે વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.