Not Set/ ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર…!!

હવે આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં એ ગ્રેડમાં મૂકાયેલા જે ચારથી પાંચ પુરૂષ ક્રિકેટરો છે તેને તેવા એક ખેલાડીને રૂપિયા સાત કરોડ મળે છે. જ્યારે તમામ કરારબદ્ધ ખેલાડીઓનો આંક તો ઘણો મોટો થાય છે. જ્યારે ૧૯ મહિલા ક્રિકેટરોને બીસીસીઆઈએ કરારબદ્ધ કરી છે તે આખી ટીમને માત્ર પાંચ કરોડ રૂપિયા મળે છે. આ વધુ પડતી અસમાનતા છે તે વાત સૌ કોઈ સ્વીકારે છે છતાં સાચી વાતના અમલમાં ઘણા પાછા પડે છે તે પણ એક હકિકત છે જેની કોઈ ના પાડી શકતું નથી.

Trending Sports
imrankhan 1 ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર...!!

વાર્ષિક કરારમાં ૧૯ સભ્યોની મહિલા ક્રિકેટ ટીમની કરારની રકમનો કુલ સરવાળો માત્ર ૧૫ કરોડ જ્યારે એ ગ્રેડના પુરૂષ ક્રિકેટરોને વ્યક્તિગત રૂા. ૭ કરોડ મળે છે, આટલી અસમાનતા ? વિચાર માગતો મુદ્દો

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને તેમાં ચૂંટાયેલા અને લડેલા મહિલા ઉમેદવારોની ટૂંકી વિગતો જાહેર કરી ત્યારે અમે આ કોલમમાં લખેલું કે કેરળને બાદ કરતાં બાકીના ચાર રાજ્યોમાં ચૂંટાયેલી અને ચૂંટણી લડનારી મહિલાઓની સંખ્યા અગાઉની ચૂંટણીઓના પ્રમાણમાં ઘટતી જાય છે – ઘટી રહી છે. લોકસભામાં એનડીએની તોતીંગ બહુમતી છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા મહિલા અનામતનો મુદ્દો ઉપસ્થિત કરનાર કોંગ્રેસ પણ આ પ્રશ્ને સરકારની સાથે જ છે. છતાં અન્ય બાબતો અંગે ઉતાવળા થતાં અને હરખપદુડા થતાં આ બન્ને પક્ષો અત્યારે કોરોનાના બહાના હેઠળ મોઢું સીવીને બેસી ગયા છે. ભારતના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીએ કેન્દ્રની ફોજ સામે વનમેન આર્મીની જેમ લડીને બંગાળમાં સત્તા તો મેળવી પરંતુ દેશના ચોક્કસ પરીબળો જે એક યા બીજાપક્ષના નેતાની ભક્તિ કરવામાંથી ઊંચા આવતા નથી તેઓ આ મહિલા મંત્રીને સત્તા પરથી ઉથલાવવા અત્યારથી ખેલ ખેલી રહ્યા છે. આ મહિલા મંત્રીને કામગીરી ન કરવા દેવાનો પ્લાન તૈયાર કરીને તેમને સત્તાથી વંચિત કરવાનો વ્યૂહ છે છતાં આ લોકો મહિલા સશક્તિકરણની વાતો કરે છે. વિશ્વ મહિલા દિન પ્રસંગે મહિલાઓના ગુણગાન ગાતા લાંબા લચ્ચ પ્રવચનો આવે છે. ચૂંટણી વખતે મહિલાઓને સવલતો આપવાની લાલચ આપતા આ રાજકારણીઓ મહિલાઓને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપવાની વાત આવે ત્યારે અન્યાય કરે છે. ૩૩ ટકા અનામતની વાતો કરનારા દસ ટકા મહિલાઓને પણ લોકસભાની ટિકિટ આપતા નથી. વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ લગભગ આવું જ વલણ અપનાવે છે.

himmat thhakar 1 ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ પર...!!
હવે તો ક્રિકેટના મોરચે જ્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વમાં આગવું સ્થાન ઉભું કર્યું છે. અનેક મેચો પણ જીતી બતાવી છે, વિશ્વ ચેમ્પિયનશીપ મેળવીને ભારતનું સ્થાન પણ રોશન કર્યું છે. આમ છતાં વિશ્વના સૌથી સમૃદ્ધ ગણાતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેમની યોગ્ય કદર તો બાજુ એ રહી પણ રમતનું વળતર અથવા તો પુરતું વેતન પણ ચૂકવ્યું નથી તેવી વાત કોઈ કહે તો તે સાવ ખોટી તો નથી જ તેમ કહેવું પડે તેમ છે.

New Zealand Cricket to host Indian men & women simultaneously

હમણા રૂા. ૧૪૬૮૦ કરોડના નેટવર્થ ધરાવતા અને સંપત્તિ અને આવકની દૃષ્ટિમાં વિશ્વના ક્રિકેટ બોર્ડોમાં નંબર વનનું સ્થાન ધરાવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પહેલા પુરૂષ ક્રિકેટરોના અને ત્યારબાદ મહિલા ક્રિકેટરોના વેતન જાહેર કર્યા. તાજેતરમાં જ બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરો માટે વાર્ષિક કોન્ટ્રાક્ટની વિગતો જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે ભારતની ૧૯ મહિલા ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ હેઠળ કરારબદ્ધ કરવામાં આવી છે. ગ્રેડ પ્રમાણે આ અંગે જાહેરાત થઈ છે. ટોપ ગ્રેડ મહિલા ખેલાડીને વાર્ષિક રૂપિયા ૫૦ લાખ મળશે. જાે કે ટોપ ગ્રેડમાં માત્ર ત્રણ જ મહિલા ખેલાડી છે. જ્યારે જે ત્રીજાે એટલે કે સી ગ્રેડના ખેલાડીને માત્ર ૧૫ લાખ આસપાસ વાર્ષિક મહેનતાણું મળશે. હવે ગણતરીકારણો ગણિત મૂકે છે તે પ્રમાણે અને દાવો થાય છે તે પ્રમાણે આંતરરાષ્ટ્રીય પુરૂષ ખેલાડીને ૧૩ ટકા અને માત્ર ઘર આંગણે જ સ્થાનિક મેચો રમતા પુરૂષ ખેલાડીને ૧૦.૪ ટકા રકમ ચૂકવાય છે. જ્યારે મહિલા અને જૂનિયર ખેલાડીને બોર્ડની સરપ્લસ રકમના માત્રને માત્ર ૨.૬ ટકા રકમ ચૂકવાય છે. પુરૂષ ક્રિકેટરો જે ત્રીજા ગ્રેડમાં આવે છે તેને વર્ષે ૧ કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું છે, જ્યારે મહિલા ખેલાડીઓને ઉપર જણાવી ગયા તે પ્રમાણે વાર્ષિક ૧૫ લાખ આસપાસની રકમ ચૂકવવાનું જાહેર થયું છે.

Holi 2016: Watch India men and women cricket teams celebrate with colours -  IBTimes India

૨૦૧૫ બાદ તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક વખત ચેમ્પિયન પણ બની છે અને ઓછામાં ઓછી બે વખત ફાઈનલમાં પણ પહોંચી છે છતાં તેમને વળતર ચૂકવવામાં અન્યાય થાય છે. ભારતમાં મહિલાઓને પુરૂષ સમોવડી ગણાવવાની વાતો થાય છે. મહિલા સશક્તિકરણના અભિયાનો થાય છે. નેતાઓ દ્વારા ઉપર જણાવી ગયા તે પ્રમાણે મોટીમોટી વાતો થાય છે પરંતુ જેમ રાજકારણમાં મહિલાઓને લોકસભા કે વિધાનસભાઓ પુરતુ પ્રતિનિધિત્વ મળતું નથી તેવી જ રીતે ક્રિકેટમાં છે. એક ક્રિકેટ નિષ્ણાતના જણાવ્યા પ્રમણે ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ કરતાં જેની આવક ઓછી છે તે ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૭માં મહિલા ખેલાડીઓના વેતનમાં ૧૨૫ ટકા જેવો માતબર વધારો કર્યો હતો. ન્યુઝીલેન્ડે પણ વેતનની રકમ વધારી છે.

When Virat Kohli met Indian women cricket stars News Headlines , Latest  Headlines , India News - Nyoooz
હવે આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં એ ગ્રેડમાં મૂકાયેલા જે ચારથી પાંચ પુરૂષ ક્રિકેટરો છે તેને તેવા એક ખેલાડીને રૂપિયા સાત કરોડ મળે છે. જ્યારે તમામ કરારબદ્ધ ખેલાડીઓનો આંક તો ઘણો મોટો થાય છે. જ્યારે ૧૯ મહિલા ક્રિકેટરોને બીસીસીઆઈએ કરારબદ્ધ કરી છે તે આખી ટીમને માત્ર પાંચ કરોડ રૂપિયા મળે છે. આ વધુ પડતી અસમાનતા છે તે વાત સૌ કોઈ સ્વીકારે છે છતાં સાચી વાતના અમલમાં ઘણા પાછા પડે છે તે પણ એક હકિકત છે જેની કોઈ ના પાડી શકતું નથી.

Women cricketers hope for sponsorships similar to male counterparts
આ તો કરારની વાત થઈ પરંતુ કરારની રકમ ઉપરાંત ક્રિકેટ ખેલાડીઓને જેટલી મેચ રમે તેટલી ફી પણ ચૂકવાય છે. પુરૂષ ક્રિકેટરોને એક ટેસ્ટમેચના રૂા. ૧૫ લાખ, વન ડે ના રૂપિયા ૬ લાખ અને ટી-૨૦ માટે પ્રત્યેક મેચ દીઠ ૩-૩ લાખ રૂપિયા મેચ ફી ચૂકવાય છે. જ્યારે મહિલા ક્રિકેટરો માટેની ટેસ્ટ શ્રેણી તો હજી શરૂ થઈ નથી. પરંતુ વન ડે અને ટી-૨૦ (ફટાફટ ક્રિકેટ)ની પ્રત્યેક મેચ દીઠ મહિલાને માત્ર ૧ લાખ ચૂકવાય છે. જાે કે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચ રમવા ઉતરશે ત્યારે જે વિગતો મળે છે તે પ્રમાણે મહિલા ટેસ્ટમેચ ક્રિકેટરને મેચ ફી વ્યક્તિગત ૩ લાખથી વધારે તો નહિ જ હોય તેવું લાગે છે.

BCCI to send men, women cricket team for 2028 Los Angeles Olympics if  cricket included in roster | Cricket News – India TV
બી.સી.સી.આઈ. દ્વારા મેચ ફીમાં અસમાનતા અંગે મૌન સેવવામાં આવ્યું છે પણ કરાર બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતની પુરૂષ ક્રિકેટ ટીમને વર્ષમાં વધુ મેચો રમવી પડે છે. જ્યારે મહિલા ક્રિકેટરોના ભાગે ઓછી મેચો રમવાની આવે છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાવી છે અથવા તો કરારમાં રકમ વધારે ચૂકવવી પડે છે. બીજા દેશો સાથે નક્કી કરી મહિલા ક્રિકેટરોને વધુ મેચો રમવા મળે તેવું વાતાવરણ સર્જતા કોણ રોકે છે ?
એક પૂર્વ ક્રિકેટ ખેલાડીએ પણ એવી ટકોર કરેલી જ છે કે મહિલા અને પુરૂષ ક્રિકેટરોના કરારની રકમ અને મેચ ફી વચ્ચે આટલી અસમાનતા મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે કેટલી યોગ્ય છે તે વાતનો જવાબ તો ક્રિકેટ સત્તાવાળાઓએ આપવો જ પડશે. મહિલાઓને પુરૂષ સમોવડી ગણવાની ગુલબાંગો વચ્ચે મહિલા અને પુરૂષ ખેલાડીઓના વેતન વચ્ચે આટલું મોટું અંતર હોય તે સમાનતાની વાતોના ચીરહરણ બરોબર છે તેવું કહીએ તો જરાય ખોટું નથી.