Not Set/ આજથી ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે ખુલ્યા

કોરોનાની બીજી લહેરને લઈને તમામ મંદિરો ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હવે બીજી લહેર પૂર્ણ થતા હવે તમામ મંદિરો એકબાદ એક ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે.

Gujarat Others

કોરોનાની બીજી લહેરને લઈને તમામ મંદિરો ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે હવે બીજી લહેર પૂર્ણ થતા હવે તમામ મંદિરો એકબાદ એક ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે.

કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે કરાશે પાલન

હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં આજથી  મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે. જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલા, પાવાગઢ  અને ડાકોરનો સમાવેશ થાય છે. તેમજ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર,ભાવનગરનું ખોડીયાર મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર પણ આજથી ભાવિક ભક્તો માટે ખુલશે.

ઘણા મંદિરોમાં પાસ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડાએ જણાવ્યુ કે, સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓએ ઑનલાઈન અથવા રૂબરૂમાં પાસ કઢાવવો પડશે. સોમનાથ મંદિરમાં આરતી માટે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. એસઆરપી, ડૉગસ્કવૉડ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રારકા મંદિરમાં પણ ધ્વજારોહણમાં 20 ભક્તો હાજર રહી શકશે તેમજ 5 લોકો જ પ્રદક્ષિણા કરી શકશે.

જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે.માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર 11થી ખુલશે. ભાવનગરના ખોડીયાર મંદિર 11મીથી ખુલશે જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલશે જ્યારે ડાકોર મંદિર અંગે આજે મીટિંગ મળશે.
 પાવાગઢ

ચોટીલાનુ ચામુંડા માતા મંદિર પણ આજથી ખુલી રહ્યુ છે જેમાં ભક્તોને ટુકડીઓમાં ઉપર જવા દેવામાં આવશે. ભોજનપ્રસાદ તેમજ ધર્મશાળાની સેવાઓ હાલમાં બંધ રહેશે. વળી, ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ નહિ મળે. પ્રાર્થના માટે ઉભા રહેવા કે બેસવાની મનાઈ છે. તેમજ મંદિર પરિસરમાં 50થી વધુ ભક્તોને મંજૂરી નહિ મળે.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત

જ્યારે અંબાજી મંદિર 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. જોકે માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે. તો વિરપુર 14 જૂનથી અને બગદાણા 15 જૂન બાદ ખૂલશે.

અંબાજી મંદિર

આ પણ વાંચો :ડાયરેક્ટર આયશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહ કેસ, કોવિડ વિશે જુઠાણું ફેલાવાનો આરોપ 

ફરીએકવાર મંદિરના દ્વાર ખુલતા ભક્તોમાં એક ખુશી જોવા મળી છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યાં છે. તેમજ તમામ ભક્તોને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાત માસ્ક વગર તેમને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો :અમિત જેઠવા કેસમાં આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી