વડોદરા/ કરજણના બામણગામે મકાન ધરાશાયી, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

વડોદરાના કરજણના બામણગામે મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે.મકાન ધરાશાયી થતા પાંચ લોકો અંદર દબાય ગયા હતા.

Gujarat Vadodara
ધરાશાયી
  • વડોદરા: ઘટનાને પગલે ફાયર વિભાગ પહોંચ્યું
  • મકાન ધરાશાયી થતા પાંચ લોકો દબાયા
  • જેસીબીની મદદથી હાથ ધરાયું રેસ્કયુ ઓપરેશન

વડોદરાના કરજણના બામણગામે મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે.મકાન ધરાશાયી થતા પાંચ લોકો અંદર દબાય ગયા હતા. સમગ્ર ઘટનાની ફાયર વિભાગને જાણ થતા, ફાયર વિભાગની ટીમએ ઘટના સ્થળે પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમા મૃતદેહ અને દબાયેલા વ્યક્તિઓને બહાર નિકાળવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કરજણ પાસે બામણ ગામ આવેલું છે. બામણ ગામના પટેલ ફળિયામાં મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન આજે બપોરના સમયે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. જેને પગલે કામ કરતા પાંચ જેટલા શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકો સ્થળની આસપાસ એકત્ર થઇ ગયા હતા. તથા બચાવ કામગીરી અર્થે કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

પાંચ પૈકી એક શ્રમિકનું ઘટનામાં મોત થયું છે. જ્યારે અન્ય ચારને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઘટનાને પગલે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા બેજવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ અકસ્માતમાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાતા કુલ 2 લોકોને બચાવી લેવાયા છે અને 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:સો. મીડિયા પર PM મોદી અને હીરાબા અંગે અભદ્ર ટિપ્પણી કરવી યુવકને પડી ભારે

આ પણ વાંચો:ધોળા દિવસે મોટા દહીસરા ગામ પાસે યુવાનની હત્યા

આ પણ વાંચો:GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે