અકસ્માત/ કરજણમાં હિટ એન્ડ રનની ઘટના, MLA અક્ષય પટેલના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ ઘટનામાં લોકોના જીવ જતા હોય તો તે છે અકસ્માતની ઘટનાઓ.

Top Stories Gujarat Vadodara
A કરજણમાં હિટ એન્ડ રનની ઘટના, MLA અક્ષય પટેલના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ ઘટનામાં લોકોના જીવ જતા હોય તો તે છે અકસ્માતની ઘટનાઓ. ત્યારે આ ઘટનાનો વચ્ચે વડોદરા જીલ્લાના કરજણમાંથી એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

કરજણના મેથી ગામેથી આ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં કરજણનાં MLA અક્ષય પટેલના પુત્રની કારે એક વૃદ્ધને કચડતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

મળતી માહિતી મુજબ, કરજણનાં મેથી ગામે આ ઘટના સર્જાઈ હતી, જેમાં MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પોતાની કાર લઈને પુરઝડપે નારેશ્વરથી કુરાલી જતો હતો, ત્યારે મેથી ગામે MLA અક્ષય પટેલનાં પુત્રએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઋષિની કારે પગપાળા જતાં નાગજીભાઇ પટેલને અડફેટે લેતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો : CM વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

આ ઘટના અંગે ધારાસભ્ય અક્ષય પટેલે કહ્યું હતું કે, ‘મારો પુત્ર અને તેનો મિત્ર કાર લઇને જતાં હતા ત્યારે એક કાકા રોડ ક્રોસ કરી રહ્યાં હતા અને કાર ઉભી રાખી દેવામાં આવી હતી તેવી બાબત મારા ધ્યાનમાં આવી છે પરંતુ સાચી વિગતો હું જાવ પછી ખબર પડશે.

આ પણ વાંચો :ભુજની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, હોસ્પિટલ થઇ હાઉસફૂલ

બીજી બાજુ આ ઘટના બાદ આજુબાજુના લોકો ભેગા થતા અકસ્માત સર્જી ધારાસભ્યનો પુત્ર થયો ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ હવે આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : હદ થઇ હવે તો, હોસ્પિટલમાં બેડ ખાલી ન મળતા દર્દી ઘરેથી બેડ લઈને આવ્યો

આ પણ વાંચો :અહીં મસ્જિદમાં બનાવી 50 બેડની કોવિડ હોસ્પિટલ, કહ્યું -આથી વધુ સારી ઈબાદત શું હોય