Not Set/ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે આજે ચાર્જ સંભાળ્યો

  અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે હવે આશિષ ભાટિયાની જગ્યાએ સંજય શ્રીવાસ્તવે આજે ચાર્જ સંભાળ્યો છે. જેમાં શહેરના નવા કમિશનરની આગતા સ્વાગતા માટે પોલીસ તંત્ર દ્વારા લાલ જાજમ બિછાવી પોલીસ બેન્ડ સાથે તેમનું વૈભવી સ્વાગત કરાયું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આજે ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે.  કારણ છે નવા પોલીસ […]

Ahmedabad Gujarat
dcb0e58003646ac051d720ccb8d4bff3 અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે આજે ચાર્જ સંભાળ્યો
dcb0e58003646ac051d720ccb8d4bff3 અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે આજે ચાર્જ સંભાળ્યો 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે હવે આશિષ ભાટિયાની જગ્યાએ સંજય શ્રીવાસ્તવે આજે ચાર્જ સંભાળ્યો છે. જેમાં શહેરના નવા કમિશનરની આગતા સ્વાગતા માટે પોલીસ તંત્ર દ્વારા લાલ જાજમ બિછાવી પોલીસ બેન્ડ સાથે તેમનું વૈભવી સ્વાગત કરાયું હતું.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આજે ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે.  કારણ છે નવા પોલીસ કમિશનર તરીકે હાજર થયેલા વર્ષ ૧૯૮૭ ની બેચના સંજય શ્રીવાસ્તવ ના સ્વાગત માટે જાજરમાન તૈયારીઓ કરવામાં આવી હતી. સાથે જ પૂર્વ કમિશનર અને હાલના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પણ તેમને પદભાર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં.  અને સંજય શ્રીવાસ્તવ ના વૈભવી કાર્યકાળ માટે ની શુભકામનાઓ પાઠવી હતી.

તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે સંજય શ્રીવાસ્તવ એ આજે 12:00 વાગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ લીધો હતો.  શહેરમાં અગાઉ પણ અધિકારી તરીકે કામ કરી ચૂકેલા સંજય શ્રીવાસ્તવે અમદાવાદ શહેરમાં લૉ  એન્ડ ઑર્ડર અને વધુ મજબૂત બનાવવાની તથા શહેર ક્રાઈમ ફ્રી સીટી બનાવવા માટે તમામ પ્રયત્નો કરવાની બાંહેધરી આપી છે.  અનેક સારા ડિપાર્ટમેન્ટમાં કામ કર્યા બાદ આગવી સૂઝ ધરાવતા સંજય શ્રીવાસ્તવે શહેરીજનો સાથે હળી મળીને સુંદર વાતાવરણ બનાવીશું તેવું જણાવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે પદભાર સંભાળ્યા બાદ જનતાની સાથે રહીને કાર્ય કરવાની તૈયારી બતાવી છે. હવે જોવાનું રહેશે કે આશિષ ભાટિયા બાદ સંજય શ્રીવાસ્તવ પોતાની આગવી કાર્યશૈલીથી શહેરને ક્રાઇમ ફ્રી સીટી બનાવમાં કેટલા સફળ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.