Voting/ 100+ વર્ષના માતાએ મતદાન કરી પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ

વૃદ્ધાએ યુવાનો તેમજ અન્ય મતદારોને ખાસ મતદાન કરવા કરી અપીલ કરી

Gujarat Others
100 1 100+ વર્ષના માતાએ મતદાન કરી પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ

100+ વર્ષના માતાએ મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક સ્થાનો પર મતદાન નો સામુહિક બહિષ્કાર જોવા મળ્યો છે. તો બીજી બાજુ ૧૦૦+ કરી ચુકેલા મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા છે.

વલસાડ તાલુકાના ફલધરા ગામે ૧૦૫ વર્ષના માજીએ મતદાન કર્યું છે. ભારતની લોકશાહીની પરંપરાને વલસાડ તાલુકાના ફલધરા ગામના અને જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળ પટેલના ૧૦૫ વર્ષના માતાએ મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકશાહીની પરંપરાને જીવંત રાખી છે. ગોકુળ પટેલના માતા મનુબેન મદારભાઈ પટેલ ની ઉંમર હાલ 105 વર્ષની છે. તેમણે મતદાર કાર્ડ મળ્યા બાદ અવિરતપણે મતદાન કર્યું છે. હવે તેઓ ચાલી શકતા ન હોય તેમના પરિવારજનોએ કારમાં બેસાડી તેમને મતદાન મથક સુધી લાવી મતદાન મથકના કર્મચારીઓ ના સહયોગથી મતદાન કરાવ્યું હતું. ૧૦૫ વર્ષની વૃદ્ધાએ જણાવ્યું કે તેઓ જીવનના અંત સુધી જ્યારે પણ મતદાનની પ્રક્રિયા હશે તેઓ મતદાન કરશે.

100 100+ વર્ષના માતાએ મતદાન કરી પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ

તો બીજી બાજુ નવસારીના ચીખલીના ટાકલ ગામે 100 વર્ષના પ્રેમીબેન પટેલે મતદાન કર્યુ.ચાલવામાં અસમર્થ હોવા છતાં ખુરશીમાં બેસીને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમણે વટભેર મતદાન કર્યુ.

modi 100+ વર્ષના માતાએ મતદાન કરી પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ

તો આ તરફ જામનગરમાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખીજડિયા બેઠક પર પણ  વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 75 વર્ષીય વૃદ્ધા પણ  મતાધિકાર ન હતા. આ વૃદ્ધાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. 75 વર્ષીય વૃદ્ધાએ યુવાનો તેમજ અન્ય મતદારોને ખાસ મતદાન કરવા કરી અપીલ કરી હતી.