વિવાદ/ રાજકોટમાં બાગેશ્વર ધામના બાબા આવતા પહેલા જ સામે આવ્યો વિવાદ, જાણો શું છે મામલો

એક પરિવાર બાળકને લઈને બાગેશ્વરધામ ગયા હતા.જ્યા બાબાએ બાળકની જે દવાઓ ચાલતી હતી તે બંધ કરવાનું કહ્યું અને બાળકના માથે હાથ ફેરવીને કહ્યું હતું કે તમારો બાળક ચાલતો થઈ જશે.જોકે બાદમાં બાળકની દવાઓ બંધ કરતા બાળકને આંચકી આવવા લાગી હતી.

Gujarat Others Trending
Untitled 87 1 રાજકોટમાં બાગેશ્વર ધામના બાબા આવતા પહેલા જ સામે આવ્યો વિવાદ, જાણો શું છે મામલો

રાજકોટમાં બાબાનો દરબાર યોજાય તે પહેલા જ મોટો વિવાદ સામે આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે એક પરિવાર બાળકને લઈને બાગેશ્વરધામ ગયા હતા.જ્યા બાબાએ બાળકની જે દવાઓ ચાલતી હતી તે બંધ કરવાનું કહ્યું અને બાળકના માથે હાથ ફેરવીને કહ્યું હતું કે તમારો બાળક ચાલતો થઈ જશે.જોકે બાદમાં બાળકની દવાઓ બંધ કરતા બાળકને આંચકી આવવા લાગી હતી.જેથી બાળકની બહેન તેમજ તેના પિતા હવે સામે આવ્યા છે. અને આ તમામ વાતોને ફંગોવીને અંધશ્રદ્ધા હોવાનું જણાવ્યું છે.જોકે અંધશ્રદ્ધાની વાત સામે આવતા હવે તંત્ર પણ દોડતું થયું છે.

રાજકોટમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા વેપારી રમેશચંદ્ર વ્યાસ અને તેમના પરિવારો તેનો એ બાઘેશ્વર ધામ વાળા બાબા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ પરિવારજનો એ જણાવ્યું છે કે 23 એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. આંચકી આવતી હોવાથી રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા હતા. પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો…

 હોસ્પિટલમાં છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી તેની સારવાર ચાલી રહી છે. આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત નાજુક હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આ બાળકને બાબા બાગેશ્વર પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોત તો તેની તબિયત કદાચ આટલી ખરાબ ન થઈ હોત.

જોકે ત્યારબાદ આ પરિવાર રાજકોટ આવી ગયો હતો અને ફરી તેમને આચકી ઉપડી ગઇ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીંયા છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની સારવાર ચાલી રહી આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત સીરિયસ હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

બાળકની તબિયત વધારે ખરાબ થતાં બાળકના પિતા અને બહેન મીડિયા સમક્ષ આવ્યા હતા. અંધશ્રદ્ધાનો વિષય સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. હવે પરિવારે પોતાની ભૂલ સ્વીકારી છે અને દવા બંધ કરવા ના બદલે જો દવા ચાલુ રાખી હોત તો આંચકીની તકલીફ વકરી ન હોત.

બાળકની બહેને આ અંગે જણાવ્યું હતું કે, તેની દવા મહિનાથી બંધ હતી, અત્યારે એ વેન્ટીલેટર પર છે અને સીરિયસ કન્ડીશનમાં છે. બાબાએ માથા પર હાથ ફેરવીને ભભૂતી આપી હતી અને કહ્યું હતું કે આ ભભૂતી રોજ લગાવો એટલે સારું થઈ જશે અને દવા બંધ કરી નાખો. અમે ત્યાં બાગેશ્વર ધામમાં 3થી 4 દિવસ રોકાયા હતા.

આ પણ વાંચો:કેડી હોસ્પિટલના સોફ્ટવેરમાં સાયબર એટેક, 70 હજાર ડોલરની કરાઈ માગ

આ પણ વાંચો:ખેડૂતો માટેનું સબસીડી વાળું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો:બહેરામપુરામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક અરજીઓ કર્યા પછી પણ તંત્રના આંખ આડા કાન

આ પણ વાંચો:શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ