અમદાવાદ/ કેડી હોસ્પિટલના સોફ્ટવેરમાં સાયબર એટેક, 70 હજાર ડોલરની કરાઈ માગ

અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં થયેલા આ  રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન થઇ ગયુ છે. સર્વર ડાઉન થતા હોસ્પિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. દર્દીઓના ડેટા સહિતની માહિતી ગાયબ થઇ જતા હોસ્પિટલમાં ભારે હાલાકી પડી રહી છે.

Top Stories Ahmedabad Gujarat
કેડી હોસ્પિટલ

સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે. ત્યારે હવે સાયબર એટેકથી પૈસા પડાવવાના કિસ્સા શરૂ થવા લાગ્યા છે. ત્યારે આવામાં અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો છે.  હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. તમામ ડેટા પરત મેળવવા માટે 70 હજાર ડોલર બીટકોઈનમાં માંગવામાં આવ્યા છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.

અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં થયેલા આ  રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન થઇ ગયુ છે. સર્વર ડાઉન થતા હોસ્પિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. દર્દીઓના ડેટા સહિતની માહિતી ગાયબ થઇ જતા હોસ્પિટલમાં ભારે હાલાકી પડી રહી છે.

70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરી હોવાની પણ વિગતો છે, રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરાઈ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે. અત્રે તમને જણાવી દઈએ કે, સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે.

ગયા વર્ષે 79 સાયબર એટેક

ગુજરાતમાં 2022માં જ આ પ્રકારે 79 સાયબર એટેક નોંધાયા હતા, જેમાં મુખ્યત્વે વડોદરા, સુરત અને અમદાવાદની કંપનીઓ ટાર્ગેટ બની હતી. આ માટે જાણીતી રેન્સમવેર પ્રોફાઈલ પણ જાહેર થઈ હતી, જેમાં STOP રેન્સમવેર જે હવે DJVU/STOP તરીકે જાણીતી બની હતી. ઉપરાંત એમાં * -neer, * QMAK * JJWW * MPPA વિ. સામેલ હતી, જેમાં ક્યારેક ડેટા પબ્લિક કરી દેવાની પણ ધમકી અપાય છે અથવા એના તમામ બિઝનેસ વ્યવહારો અટકી પડે એ રીતે ડેટા બ્લોક કરી દેવાય છે, જેથી બિલિંગ- પેમેન્ટ સહિતની સિસ્ટમ ખોરવાય છે. મોટા ભાગે બીટકોઈનમાં નાણાંની વસૂલાત થાય છે. આ ઉપરાંત MEDUSA રેન્સમવેર એ મોટા કોર્પોરેટને જ બનાવે છે અને તે એકસાથે અનેક નેટવર્કને ‘જામ’ કરવાની તાકાત ધરાવે છે, જેથી કંપની તેના વૈકલ્પિક નેટવર્કનો પણ ઉપયોગ કરી શકતી નથી.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ