સુરતમાં આપઘાત/ વિદેશમાં એડમિશન ન મળતા સુરતના યુવકે કર્યો આપઘાત

સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો.

Gujarat Surat
આપઘાત

હાલમાં ભારતના બધા યુવાનો વિદેશ જવા માટે ગાંડા થઈ રહ્યાં છે, બધાને વિદેશ જ જવું છે કોઈને દેશમાં રહીને કામ નથી કરવું. આ વિદેશ જવાનાં ઘેલાચામાં તો લોકો પાગલ બની ગયા છે. ત્યારે આવામાં સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો. યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તે શક્ય ન બનતા હતાશામાં આવી જઈ ફાંસો ખાધો હતો.

સુરતના નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટી ખાતે મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપની ઈચ્છા અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનતા હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું.

દીપે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું. જો કે દિલીપકુમારને એડમિશન મળ્યું ન હતું. અંતે નિરાશ થઈ ગયો હતો. ઘરે એકલતાનો લાભ લઈને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દીપની ઈચ્છા અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનવાને કારણે હતાશ થઈને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.

ત્રણ મહિના પહેલા એપ્લાય કર્યું હતું દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન માટે એપ્લાય કર્યું હતુ. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવા દિપકુમારને ડર હતો જેના કારણે તે માનસીક તણાવમાં હતો.

એજ્યુકેશન એક્સપર્ટ આ બાબતે કહે છે કે આપણા દેશમાં વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવાની ખુબ વધારે ઈચ્છા હોય છે અને તેના માટેની બજારમાં રેસ લાગતી હોય છે. પણ કોઈ પણ વિદ્યાર્થી દ્વારા આ પ્રકારે પગલું ભરવામાં આવે તે અવિશ્વસનીય છે.

આ પણ વાંચો:40 વર્ષ બાદ દીકરીનો જન્મ થતાં સુરતના વેપારી પરિવારમાં છવાઈ ખુશી, અનોખી રીતે કરી ઉજવણી