રાજકીય/ ગુજરાતમાં રામનવમી દરમિયાન થયેલી હિંસામાં સરકારની મિલીભગત : ઓવૈસી

પોલીસની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર હિંસા ઈચ્છતી હતી અને તેમાં મિલીભગત છે.

Top Stories Gujarat
Untitled 17 ગુજરાતમાં રામનવમી દરમિયાન થયેલી હિંસામાં સરકારની મિલીભગત : ઓવૈસી

આણંદના એસપી અજિત રાજિયને જણાવ્યું હતું કે આણંદના ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પૂર્વ આયોજિત હિંસા અને પથ્થરબાજીમાં કથિત સંડોવણી બદલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ગુજરાતમાં થયેલી હિંસા અંગે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં કહ્યું હતું કે, “જો ક્યાંક હિંસા થાય છે, તો તે કોઈના માટે યોગ્ય નથી. જો હિંસા ફાટી નીકળે તો તેની જવાબદારી રાજ્ય સરકારની છે. ગત 20-25 વર્ષનો રિપોર્ટ અનુસાર જો રાજ્ય સરકારો ઇચ્છતી ન હોય તો હિંસા ફેલાતી નથી.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેથી, હું માનું છું કે તે રાજ્ય સરકારની જવાબદારી છે અને તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય તપાસ સાથે કાર્યવાહી કરવામાં આવે.

 

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે રાજ્ય સરકાર હવે હિંસા પર આઈબીના રિપોર્ટ વિશે વાત કરી રહી છે. જો તમારી પાસે IB નો રિપોર્ટ હતો તો તમે કેમ સૂતા હતા? તમારે આનો પર્દાફાશ કરવો જોઈએ, ત્યાં વધુ પોલીસ દળ તૈનાત કરવું જોઈએ અને હિંસા અટકાવવી જોઈતી હતી. તમે તમારા ગૂંચવાયેલા વર્તનને છુપાવવા માટે કથિત વાર્તાઓ કરીરહયા છો.

 

વધુમાં ઓવૈસી એ જણાવ્યુ હતું કે, ક્યાં સુધી તમે જૂની વાર્તાઓ રજૂ કરતા રહેશો? તમારી નિષ્ફળતા સ્વીકારો. તમે પોતે સહભાગી છો. ભજન વગાડવા જોઈએ પણ કેવા નારા લાગ્યા? 50-100 તલવારો લહેરાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર હિંસા ઈચ્છતી હતી અને તેમાં મિલીભગત છે.

 

નોધનીય છે કે, રામ નવમીના અવસર પર મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાંપ્રદાયિક હિંસા જોવા મળી હતી. હવે આ હિંસાના કારણો બહાર આવી રહ્યા છે. ગુજરાત પોલીસે રામ નવમી નિમિત્તે પથ્થરમારો અને હુમલામાં સંડોવાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરી છે. આણંદના એસપી અજિત રાજિયને જણાવ્યું હતું કે આણંદના ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પૂર્વ આયોજિત હિંસા અને પથ્થરબાજીમાં કથિત સંડોવણી બદલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને તમામ કાયદાકીય અને આર્થિક મદદની ખાતરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપીનો હેતુ લોકોને ધમકાવવાનો હતો જેથી ભવિષ્યમાં કોઈ ધાર્મિક સરઘસ ન નીકળે. આ લોકો ષડયંત્રને અંજામ આપવા માટે ભંડોળ માટે વિદેશીઓના સંપર્કમાં હતા. હાલ તપાસ ચાલી રહી છે.

રાજકીય/ ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, હાર્દિક પટેલ સહિત આ નેતાઓ જોડાઈ શકે છે AAPમાં