ચુકાદો/ પત્ની સાથે બળજબરીપૂર્વક સેકસ એ બળાત્કાર નથી : છત્તીસગઢ હાઇકોર્ટ

જસ્ટિસ એન.કે.ચંદ્રવંશીએ કહ્યું કે, “જાતીય સંભોગ અથવા કોઈ પણ પુરુષનું આ પ્રકારનું કૃત્ય કરે એ બળાત્કાર નહીં કહેવાય

Top Stories
high court123 પત્ની સાથે બળજબરીપૂર્વક સેકસ એ બળાત્કાર નથી : છત્તીસગઢ હાઇકોર્ટ

પત્ની પર  બળાત્કાર કરનાર આરોપીને  ગુરુવારે છત્તીસગઢ હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદેસર રીતે લગ્ન કરનારા બે લોકો વચ્ચે શારીરિક સંબંધ રાખવોએ ભલે બળજબરી હોય પણ તેને બળાત્કાર કહી શકાય નહીં. જો કે, કોર્ટે પુરુષ સામે અકુદરતી સેક્સની કલમ 377 ને માન્ય રાખી હતી તેમના હેઠળની વ્યક્તિ સામે કેસ ચાલુ રહેશે. રિપોર્ટ અનુસાર મહિલાએ તેના પતિ અને સાસુ પર દહેજની માંગણી અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો વિરોધ હોવા છંતા પણ પતિ બળજબરીપૂર્વક અકુદરતી સેક્સ કરે છે.

આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એન.કે.ચંદ્રવંશીએ કહ્યું કે, “જાતીય સંભોગ અથવા કોઈ પણ પુરુષનું આ પ્રકારનું કૃત્ય બળાત્કાર નહીં કહેવાય.જો કે પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય. ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં ફરિયાદી મહિલા આરોપી પુરુષની કાયદેસર પત્ની છે. આવી સ્થિતિમાં પતિ સાથે સંભોગ કરવો બળાત્કાર ના કહી શકાય. ભલે તે બળજબરીથી અથવા તેની સંમતિ વિના કરવામાં આવ્યું હોય. આ સાથે, કોર્ટે પુરુષને કલમ 376 એટલે કે બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યો. જો કે, તેના પર અકુદરતી સંબંધો, દહેજ સતામણીના આરોપો હેઠળ કેસ હજુ ચાલુ રહેશે.

લગ્ન સંબધિત  બળાત્કાર અંગે છત્તીસગઢ હાઈકોર્ટનો આ નિર્ણય આવનારા કેસો માટે એક ઉદાહરણ બની શકે છે. આથી આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહિલા અધિકાર કાર્યકરો લાંબા સમયથી  બળાત્કાર પર કાયદાની માંગણી કરી રહ્યા છે. જો કે, તેની જટિલતાને કારણે આ અંગે અત્યાર સુધી કોઈ સર્વસંમતિ જોવા મળી ન હતી