અમદાવાદ,
પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના સ્કેમમાં મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાતના બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે.
CBIના DIG મનોજ કુમાર સિન્હા દ્વારા આરોપ મુક્યા છે કે, હરિભાઈ ચૌધરીએ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સના પાસેથી ૧ કે ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
અમદાવાદના કોઈ વિપુલ નામના વ્યક્તિ દ્વારા અપાઈ હતી આ રકમ
આ ઉપરાંત દાવો કરાયો હતો કે, કેન્દ્રીયમંત્રી હરિભાઈને આપવામાં આવેલી આ રકમ અમદાવાદ શહેરના કોઈ વિપુલ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે, ત્યારે હવે આ મામલે એક સ્ફોટક ખુલાસો થયો છે.
કોણ છે વિપુલ ઠક્કર ?
પ્રાપ્ત માહિતી અનુસાર, હરિભાઈ ચૌધરીને અમદાવદ શહેરના જે વિપુલ ઠક્કર નામના વ્યક્તિ પાસેથી ૨ કરોડ રૂપિયા મળ્યા હતા, તેઓ હકીકતમાં રાજ્યની રુપાણી સરકારમાં મંત્રી એવા પુરસોત્તમ સોલંકીના અધિક અંગત મદદનીશ રહી ચુકેલા હતા.
બીજી બાજુ આ દાવો સામે આવ્યા બાદ હવે કેંદ્ર સહિત રાજ્યના ભાજપ સંગઠનમાં ભૂકંપ આવવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હંમેશા પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતા દાવો કરવામાં આવે છે કે, અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ પણ આરોપ નથી અને કરપ્શન મુક્ત સરકાર છે, ત્યારે હવે આ નામો સામે આવ્યા બાદ આગામી સમયમાં શું તથ્ય સામે આવ્યું તે જોવું રહ્યું.
હરિભાઈ ચૌધરીએ ૨ કરોડ રૂપિયાની લીધી હતી લાંચ
CBIના એક ઓફિસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર મંત્રી એવા હરિભાઈએ ચાલુ વર્ષના જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CBIના DIG મનોજ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે અને આરોપ મુક્યા છે કે હરિભાઈ ચૌધરીએ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સના પાસેથી ૧ કે ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.