મહેસાણા/ શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

કડીના મેડાઆદરજ ગામની ઘટના સામે આવી છે. શિક્ષિકા જયશ્રીબેન પટેલ દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Gujarat Others
આપઘાતનો પ્રયાસ
  • મહેસાણામાં શિક્ષિકાએ કર્યો આપઘાતનો પ્રયાસ
  • કડીના મેડાઆદરજ ગામની ઘટના
  • શિક્ષિકા જયશ્રીબેન પટેલ દ્વારા આપઘાતનો પ્રયાસ
  • ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો કર્યો પ્રયાસ
  • કડી તા.પં.ના TPO સહિત શિક્ષકો પર આક્ષેપ
  • ટીપીઓ સહિત 12 શિક્ષકોના ત્રાસથી ભર્યું પગલું

ગુજરાતમાં એક પછી એક આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં આવે વધુ એક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કડીના મેડાઆદરજ ગામની ઘટના સામે આવી છે. શિક્ષિકા જયશ્રીબેન પટેલ દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કડી તા.પં.ના TPO સહિત 12 શિક્ષકો પર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના

આપને જણાવી દઈએ કે, ઘેનની 20 ગોળીઓ ખાઈને શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરી લીધો જોકે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા તેણે એક સુસાઈડ નોટ લખી હતી. જે સુસાઈડ નોટમાં તેણે ઘણા બધાનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય શિક્ષિકા અને તેના ભાઈનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. સાથેજ આ સમગ્ર કેસમાં તેણે TPEO પુષ્પાબેનનો પણ ત્રાસ અંગે ઉલ્લેખ કર્યો છે.

શિક્ષિકાએ જે સુસાઈડ નોટ લખી છે તેમા કુલ 12 નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેઓ તેને માનસીક ત્રાસ આપતા હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે. સાથેજ સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે શિક્ષકો સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હતા. પરંતુ તેઓ શિક્ષિકા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે,શિક્ષિકા જયશ્રીબેન પટેલે ગેનની ગોળીઓ ખાતા પહેલા પોતાના ભાઇને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત કરી હતી અને વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. જેમા જયશ્રીબેન પટેલે પોતાના પર થયેલ જુલમની આખી કહાની પોતાના ભાઇને જણાવી હતી. જયશ્રીબેન પટેલે ફોન પર રડતા-રડતા પોતાના ભાઇને જણાવ્યું હતું કે શાળામાં મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મારા કેરેક્ટરને લઇ ખરાબ વાતો કરે છે. હું ખુબ જ કંટાળી ગઇ છું અને હવે મને લાગે છે કે મારે આપઘાત કરી લેવો જોઇએ. આ લોકોએ મારા પર ખુબ જ જુલમ કર્યો છે અને તેઓ નોકરી પર મને ખુબ જ હેરાન કરે છે. મારી મહેનત પાણીમાં જઇ રહી છે અને મારી ઇજ્જત તાર-તાર થઇ રહી છે. સ્ટાફના લોકો એક થઇ ગયા છે અને સ્કૂલમાં મારી સાથે કોઇ વાત પણ નથી કરતું.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે શિક્ષિકાને એટલી ટોર્ચર કરવામાં આવી હતી કે તે માનસિક તણાવમાં આવી ગઈ હતી જેથી તેણે ઘેનની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે હાલ શિક્ષિકાન સહિ સલામત છે અને તે અમદાવાદમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :ATSએ કિસન ભરવાડ હત્યા મામલે આરોપીઓ સામે આતંકી પ્રવૃતિની કલમ ઉમેરી

આ પણ વાંચો :ધંધુકામાં હિન્દુ યુવકની કરાયેલી હત્યાના વિરોધમાં લીંબડીમાં આવેદનપત્ર અપાયું

આ પણ વાંચો :મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આ પણ વાંચો : ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની બેરેકમાંથી મળી આવ્યા