અમદાવાદ/ ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન’ને લોકોનો સારો પ્રતિસાદ, વધુ એક લૉકેશનની જાહેરાત કરાઈ

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે કોરોનાથી બચવા માટે વૅક્સિનેશન અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વૅક્સિનેશન ના  અભિયાનને વેગ આપવા માટે ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન અભિયાનની  એક નવી પહેલ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં શહેરમાં 3 સ્થળોએ ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન કરવામાં આવતું હતું.  કે આજે તેમાં વધુ એક […]

Ahmedabad Gujarat
Untitled 123 ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન’ને લોકોનો સારો પ્રતિસાદ, વધુ એક લૉકેશનની જાહેરાત કરાઈ

સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે કોરોનાથી બચવા માટે વૅક્સિનેશન અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વૅક્સિનેશન ના  અભિયાનને વેગ આપવા માટે ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન અભિયાનની  એક નવી પહેલ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં શહેરમાં 3 સ્થળોએ ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન કરવામાં આવતું હતું.  કે આજે તેમાં વધુ એક લોકેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે.

અમદાવાદના નવરંગપુરા સ્થિતિ સરદાર પટેલ સ્ટેડિયમ, ડ્રાઈવ ઈન સિનેમા અને પૂર્વ વિસ્તારમાં નિકોલના AMC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વૅક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેને શહેરીજનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ  મળી રહ્યો છે . વૅક્સિન લેવા માટે વહેલી સવારથી લોકો પોતાના વાહનો લઈને લાઈન લગાવી રહ્યાં છે. વધુમાં વધુ લોકોને વૅક્સિન અપાઈ શકે, તે માટે ટૂ વ્હીલર પર આવનારા લોકોને પણ ડ્રાઈવ-થ્રૂ-વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાની    આ બીજી લહેર ગુજરાતના લોકો માટે ખૂબ જ ઘાતક જોવા મળી રહી છે. પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જેના પગલે રાજ્યમાં વૅક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે અનેક ઠેકાણે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં લોકો પોત-પોતાના વાહનમાં બેસીને વૅક્સીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી .