Not Set/ સ્ટડી ઇન ગુજરાતના નામે સરકાર તાયફા કરી રહી છે/ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજનો રફળો ફાટ્યો છે. તેમાંય એન્જીનીયરીંગ અને ડીપ્લોમાં કોલેજની સંખ્યામાં ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર દ્વારા સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમાની સીટોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને જાણીતા શિક્ષણવિદ મનીષ દોશી દ્વારા આ અંગે સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા […]

Gujarat Others
manish doshi 455x250 e1612364903301 સ્ટડી ઇન ગુજરાતના નામે સરકાર તાયફા કરી રહી છે/ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજનો રફળો ફાટ્યો છે. તેમાંય એન્જીનીયરીંગ અને ડીપ્લોમાં કોલેજની સંખ્યામાં ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે સરકાર દ્વારા સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમાની સીટોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને જાણીતા શિક્ષણવિદ મનીષ દોશી દ્વારા આ અંગે સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

મનીષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, એન્જીનીયરીંગ અને ડિપ્લોમાની સીટોમાં કરવામાં આવેલો ઘટાડો એટલે સીધું જ સરકારી એન્જીનીયરીંગ કોલેજોમાં કાપ મુકવો બરાબર છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. સરકાર શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં શિક્ષકોની ભારે અછત છે.

જ્યારે ગુજરાત સરકાર  સ્ટડી ઇન ગુજરાતને પ્રમોશન કરી રહી છે તેવા જ સમયે લેવાયેલો આ નિર્ણય એટલે સ્ટડી ઇન ગુજરાતના નામે સરકારના તાયફા કરી રહી છે. ખાનગી કોલેજોની ડિમાન્ડ વધે અને તે માટે બેઠકો ઘટાડાઈ છે. 1500 ની ફી ની બદલે 1.5 થઈ 2 લાખ રૂપિયા સુધી ફી વસુલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.