Gujarat/ લો બોલો!! હવે લાખો રૂપિયાનાં વિકાસનાં કામોમાં પણ ગેરરીતી

ઊનાનાં ગાંગડામાં પ્રજાનાં માટે થતા વિકાસ કામોમાં ગ્રામ પંચાયત તેમજ તલાટી મંત્રી દ્વારા છેલ્લા 10 વર્ષથી લાખો રૂપિયાનાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે….

Gujarat Others
Untitled 49 લો બોલો!! હવે લાખો રૂપિયાનાં વિકાસનાં કામોમાં પણ ગેરરીતી

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊનાનાં ગાંગડામાં પ્રજાનાં માટે થતા વિકાસ કામોમાં ગ્રામ પંચાયત તેમજ તલાટી મંત્રી દ્વારા છેલ્લા 10 વર્ષથી લાખો રૂપિયાનાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. જેની તપાસ કરવા નિષ્ઠાવાન અધિકારી દ્વારા કરવામાં આવે તો સાચી હકીકતો બહાર આવે તેમ હોય આ બાબતે ગામનાં જાગૃત નાગરીક કનુભાઇ ધેલુભાઇ ગોહીલે ઉચ્ચકક્ષાએ રાજ્ય સચિવાલય ગાંધીનગરને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

વર્ષ 2016/17 માં 14 માં નાણાપંચની ગ્રાન્ટ પૈકી 1,22,77,346 અને 1,22,77,303 એક્ટીવીટી કોડથી ગામમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી કરવાની હતી. તેમાં કુલ 8 લાખ ફાળવી જે પૈકી માત્ર રૂ.2.50 લાખની કુલ 10 સ્ટ્રીટ લાઇટ ખરીદી કરવામાં આવેલ છે. પરંતુ ગ્રા પં.ના રોજમેળમાં રૂ. 8 લાખનો ખર્ચ બતાવી ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવેલ છે. વર્ષ 2017/18 માં રૂ. 8.50 લાખની સ્ટ્રીટ લાઇટ માટે ખર્ચવામાં આવેલ હોય જે સરકારના sor મુજબ કરેલ નથી. અને બીલ ક્વોટેશનોમાં પણ ન્યુનતમ ભાવપત્રક મુજબ ખરીદી કરેલ છે.વર્ષ 2016/17માં ગામની પ્રા.શાળામાં પેવર બ્લોક લગાવવા રૂ. 3 લાખની ગ્રાંન્ટ ફાળવવામાં આવેલ અને ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી શાળામાં પેવર બ્લોક ફીટ કરાયેલ નથી. તેમજ સીતારામબાપુની મઢીએ પણ પેવર બ્લોક લગાવવા માટે રૂ.1.88 લાખનું ચુંકવણુ કરેલ હોવા છતાં એ જગ્યા પર કોઇજ કામ થયેલ નથી તેમ છતાં પંચાયતે ખર્ચ પાડી સરકારની ગ્રાંન્ટ ચાંઉ કરી ગયેલ છે.

વર્ષ 2016/17માં મનરેગાની કામગીરીમાં પંચાયત દ્વારા મજુરોના નામે મસ્ટરો અવસાન પામેલ વ્યક્તિના નામે ખાતામાં પૈસા પણ જમા કરવામાં આવેલ અને કન્યાના લગ્ન થયેલ હોય તેમજ જે વ્યક્તિ જેલમાં હોવા છતાં તેમના નામ મજુરની યાદીમાં દર્શાવવામાં આવેલ છે. અંદાજીત 450 મજુર હોવા છતાં કામગીરી દર્શાવી કુલ રૂ. 27 લાખનું ચુકવણુ કરવામાં આવેલ પરંતુ માત્ર રૂ.11 લાખનું કામ થયેલ છે. ગામમાં લગાવેલ 80 એલઇડી લાઇટો જેની કુલ રૂ. 4 લાખ જેટલી માર્કા વગરની બોગસ લાઇટો એસઓઆર મુજબ ખરીદી કરેલ નથી. જે અમુક જગ્યા પર લાઇટ બંધ હાલતમાં હોય તેમજ વધુ 10 એલઇડીની કુલ કિ.50 હજાર દર્શાવી ઉચાપત કરેલ છે. આ ઉપરાંત સીસી રોડ બનાવવા કુલ રૂ. 30.59 લાખની ગ્રાન્ટ ફાળવણી ગાંગડા ગ્રામ પંચાયતને કરવામાં આવેલ જે પૈકી માત્ર રૂ. 6 થી 7 લાખનું કામ થયેલ છે.

બાકીનાં કામો માત્ર કાગળ પર દર્શાવી સરકાર સાથે મોટાપાયે છેતરપીંડી કરવામાં આવેલ છે. આ તમામ માહીતી માગેલ તેમાં હકીકતો બહાર આવેલ અને પુરી માહીતી પણ આપવામાં આવતી ન હોય આમ ગાંગડા ગ્રા.પંચાયત અને તલાટી દ્વારા વિકાસના વિવિધ કામોમાં ગેરરીતી કરી મોટાપાયે ભષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેમની માહીતી માંગવામાં આવે તો તેમના ધરે જઇ ધાક ધમકી આપવામાં આવે છે. આવા ભ્રષ્ટાચારી સામે તંત્ર દ્વારા નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીને તપાસ સોપવામાં આવે તો છેલ્લા 10 વર્ષથી થયેલા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. આ બાબતે અગાઉ ગીરસોમનાથ જીલ્લા વિકાસ અધિકારી સહીત તંત્રને રજુઆત કરેલ હોવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી કરેલ નથી. આ અંગે ગામમાં થયેલ વિકાસના કામોની યોગ્ય તપાસ કરવા માંગણી કરેલ છે.

Gujarat / “અસાધારણ આસૂચના કૌશલ્યતા” પદક આપી DGP એ કર્યું પોલીસકર્મીઓનું સન્માન

Gujarat / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને થઇ શકે છે મોટું એલાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો