Anand/ ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું

હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર

Gujarat Others
ડાકોર પદયાત્રી રણછોડજી

ડાકોર જતા પદયાત્રીઓ માટે વિદ્યાનગર શહેર યુવાસેના સંગઠન દ્વાર કારતક સુદ કાર્તિકી ત્રિપુરારી પૂનમ દ્વારકાધીશ શ્રી રણછોડજીના દર્શન જતા પદયાત્રીઓ માટે 2000, ફુડપેકટ તથા અન્ય સંસ્થા યુવાસેનાના કાર્યથી પ્રેરીત થઈને સહભાગી બનીને ચા અને નાસ્તો આયોજન કરવામાં આવ્યું છે.

કમોસમી વરસાદના કારણે ઠંડીમાં ભીના થયેલા આવેલ યાત્રીઓ માટે શરીરને ઠંડીથી રાહત મળે એ માટે રૂમ તથા ગેસના સગડાનું સુવિધા કરવામાં આવી. આ તમામ સગવડતા ડાકોર ઉમરેઠ રોડ સ્મશાન કોમ્પ્લેક્ષ પાસે યાત્રીઓને સુવિધા અને સેવાઓ આપવામાં આવી હતી.

ડાકોર જતા પદયાત્રીઓ માટે આ સેવામાં વિદ્યાનગર યુવાસેનાના 60 કાર્યકરોએ સેવા આપી હતી. આ પ્રસંગે યુવાસેના વિધાનગર શહેર પ્રમુખ હિતેશભાઈ પટેલ મહામંત્રી ચિરાગભાઈ સરવૈયા, વિમલભાઈ નિમાવત, જીગ્નેશભાઈ રાવલ, જીગરભાઈ જેઠવા, વિપુલભાઈ, સંજયભાઈ લિંબાચિયા, વિકાસભાઈ પટેલ સહીતના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

જણાવી દઇએ કે દેવ દિવાળીની પૂનમના મેળામાં દર્શનાર્થે પગપાળા જતા ભાવિક ભક્તજનો માટે ઠેર ઠેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પગપાળા યાત્રીઓ માટે નિ:શુલ્ક ચા,પાંચ પ્રકારના બિસ્કિટ, વેફર,મીનરલ વોટર જેવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં વિનામૂલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દવાઓ અને રાત્રી રોકાણનું આયોજન કરાયું હતું. અનેક સ્થળે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દવાઓ અને રાત્રી રોકાણનું આયોજન કરાયું હતું.


આ પણ વાંચોઃ સુરતમાં ફાયર વિભાગે 5 હોટલ કરી સીલ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચોઃ સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું?


ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો