ગુજરાત/ સુરતમાં ફાયર વિભાગે 5 હોટલ કરી સીલ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો શહેરમાં આગ ના લાગે તે માટે સુરત ફાયર વિભાગ દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે

Top Stories Gujarat Surat
ફાયર વિભાગે
  • સુરતની 5 હોટેલોની ફાયર વિભાગે માર્યું સીલ
  • ફાયરની અપૂરતી સુવિધાને લઈ કરાઈ કાર્યવાહી
  • ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવા માટે અપાઈ હતી નોટિસ

@દિવ્યેશ પરમાર 

Surat New: સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને એક જ દિવસે પાંચ જેટલી હોટલને સીલ મારવામાં આવી હતી અપૂરતી ફાયર સેફ્ટીની સુવિધાને લઇ પાંચ જેટલી હોટલોને સીલ કરાવતા હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો શહેરમાં આગ ના લાગે તે માટે સુરત ફાયર વિભાગે અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે જેને પગલે સુરત શહેરમાં પાંચ જેટલી હોટલોમાં ચેકિંગ દરમિયાન અપૂરતી સુવિધા જોવા મળી હતી. ખાસ કરીને ફાયર સેફટી ને લગતા સાધનો નો અભાવ જોવા મળ્યો હતો સંપૂર્ણ હોટેલ ચેકિંગ દરમિયાન જે રૂમમાંથી ફાયર સેફ્ટી નો સામાન ન નીકળે તેમને સીલ મારવામાં આવી હતી.

રાંદેર ઝોનમાં ત્રણ તેમજ સેન્ટ્રલ ઝોનમાં બે હોટલો સિલ કરવામાં આવી હતી.સુરત શહેર માં આગ ના લાગે તે માટે ફાયર અધિકારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઈ સૂચના અને માહિતી આપવામાં આવતી હોય છે.જોકે તેમ છત્તા પણ શહેર માં અનેક જગ્યા ફાયર સેફટી ના સાધનો ના હોવાની ઘટના બનતી હોય છે.

ખાસ કરીને લોકોની ભીડ ભાડ વાળી જગ્યા પર ફાયરે ફરજિયાત ફાયર સેફટીના સાધનો રાખવા અનુરોધ કર્યો છે તેમ છતાં શહેરની પાંચ જેટલી હોટલમાં ફાયર સેફટી નો સમાન અને અપૂરતો સમાન હોવાના કારણે ફાયરે સિલ માર્યા હતા.ખાસ ફાયર ન અધિકારીઓ એ રાત્રીના સમયે પણ કામગીરી કરી હતી અને જે હોટલ ના રૂમ માં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોટલ ના રૂમ ને પણ સિલ કરાયા હતા.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ફાયર વિભાગે 5 હોટલ કરી સીલ, જાણો કેમ કરાઈ કાર્યવાહી


આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં ભરશિયાળે કેસર કેરીના આગમને બધાને અચંબામાં નાખ્યા

આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ

આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત