air force/ તેલંગાણામાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટના મૃત્યુ થયા હોવાના સમાચાર ખોટા

હૈદરાબાદથી એરફોર્સનું વિમાન આજે સવારે એક Pilatus PC 7 Mk II એરક્રાફ્ટને તાલીમ દરમિયાન અકસ્માત થયો હતો. જો કે પીલાટ્સ વિમાન દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર હાલતમાં છે.

Top Stories India Breaking News Uncategorized
plane crash small1 1701670963 1 તેલંગાણામાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટના મૃત્યુ થયા હોવાના સમાચાર ખોટા

તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Air Force plane crash) થયું. આ દુર્ઘટનામાં બે પાયલટના મૃત્યુ થયા હોવાના સમાચાર હતા. જો કે આ સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું છે. તેલંગાણાના મેડક જિલ્લાના ડિંડીગુલ વિસ્તારમાં વિમાન અકસ્માતની ઘટના બની. ડિંડીગુલમાં સવારે 8.55 કલાકે Pilatus PC 7 Mk II વિમાન તાલીમ દરમ્યાન ક્રેશ થયું. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે પાયલટના મૃત્યુ થયા હતા. જેમાં એક કેડેટ અને એક પ્રશિક્ષકનો સમાવેશ થાય છે. પરંતુ થોડા સમયમાં જ પાયલટના મૃત્યુના સમાચાર ખોટા હોવાનું જાહેર કરવામાં આવ્યું.

હૈદરાબાદથી એરફોર્સનું વિમાન આજે સવારે એક Pilatus PC 7 Mk II એરક્રાફ્ટને તાલીમ દરમિયાન અકસ્માત થયો હતો. જો કે પીલાટ્સ વિમાન દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર હાલતમાં છે તેઓ મૃત્યુ પામ્યા નથી તેમ વાયુસેનાના અધિકારીક સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યું કે વિમાનમાં સવાર બંને પાઈલટોને જીવલેણ ઈજાઓ થઈ હતી. કોઈપણ નાગરિક જીવન અથવા સંપત્તિને કોઈ નુકસાન થયુ હોવાની હાલ પૂરતી કોઈ માહિતી નથી. જો કે અકસ્માતનું કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો હોવાની ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે.