Not Set/ કેવી રહેશે આપની 21/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 21 જૂન 2020, રવિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com — આજે સૂર્યગ્રહણના અનુસંધાનમાં પ્રત્યેક રાશિના જાતકોને માર્ગદર્શન આપ્યું છે. * મેષ (અ,લ,ઈ) –  આરોગ્યની સાવધાની રાખવી આવશ્યક છે. વિશેષ ગંભીર પરિણામ દેખાતા નથી. માતાનું આરોગ્ય જાળવવું પડશે. બપોર પછી તમારું મન થોડું વિશેષ […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 7 કેવી રહેશે આપની 21/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 21 જૂન 2020, રવિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

— આજે સૂર્યગ્રહણના અનુસંધાનમાં પ્રત્યેક રાશિના જાતકોને માર્ગદર્શન આપ્યું છે.

* મેષ (અ,લ,ઈ) –  આરોગ્યની સાવધાની રાખવી આવશ્યક છે. વિશેષ ગંભીર પરિણામ દેખાતા નથી. માતાનું આરોગ્ય જાળવવું પડશે. બપોર પછી તમારું મન થોડું વિશેષ શાંત થશે અને મોડી રાત્રે મન પ્રફુલ્લિત થશે. જુદા જુદા અનેક વિચારોની આવન-જાવન કરશે પણ આજનો દિવસ શાંતિથી વિતાવી દેવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – તમારા કાર્યથી પરિવારમાં થોડો અસંતોષ દેખાશે. નેત્ર સંબંધી કોઈ પીડા હોય તો સાચવવું. ધન સ્થાનમાં ગ્રહોનો મોટો જમાવડો થયો છે માટે ધનના આયોજન બાબતે આજનો દિવસ વિતે તેવું જણાય છે. તમારે ભાષામાં સંયમ રાખવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – વધુ પડતા વિચારો કરવા નહીં. ધન સંબંધી વિચારો એક વખત મનમાં હાવી થશે તો સ્વાસ્થ્ય બગાડશે માટે સાવધાન રહેજો. સતશાસ્ત્રનું વાંચન કરી આજનો દિવસ વિતાવજો. મોડી રાત સુધી તમારે વિશેષ સાચવવાનું છે માટે આજે તમે ઓમ્ નમઃ શિવાયના જેટલા શક્ય હોય તેટલા જાપ કરજો, શિવજી તમારી રક્ષા કરશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  આજે શક્ય હોય તો ઘરમાં જ રહેજો. રજાનો દિવસ છે બહાર જવાની ઇચ્છા થાય તો પણ સંયમ રાખજો. તમારા સંબંધોમાં ક્યાક ઓછપ આવી શકે છે માટે સાવધાન રહેજો. આજનો તમારો દિવસ કોમ્પ્યુટર અથવા મોબાઈલ કે ટી.વી. સાથે વધુ વીતે તેવું દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – તમારા વડીલ સાથે કોઈપણ પ્રકારનું મનદુઃખ ન થાય તે જોવું. હાડકાના સંદર્ભમાં કોઈ દુઃખાવો અગાઉથી ચાલ્યો આવતો હોય તો આજે વિશેષ સાચવવાનું છે. માતાનું આરોગ્ય જાળવવાનું રહેશે. તમારે ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – ધન સંબંધી કાર્યો આગળ વધતા જણાય છે. તમારા છૂપા પ્રેમ સંબંધ ચાલ્યા આવતા હોય તો તે તમને લાભ અપાવી જાય. આ વાતનો મતલબ એવો નથી કે તમારે છૂપા પ્રેમ સંબંધ કરવા … માટે સાચવજો. જેટલા પ્રમાણિક રહેશો તેટલો લાભ થશે. નિર્વાસનિક પ્રેમ તમને વધુ આનંદ આપશે તે વાત ધ્યાનમાં રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – જીવનસાથી દ્વારા તમારું ભાગ્ય વધુ બળવાન બનતું જણાય છે. આજે જીવનસાથી સાથે પ્રેમમય દિવસ વીતશે. પિતાનું આરોગ્ય જાળવવાનું રહેશે માટે સાવધાન રહેજો. આરોગ્યના સંદર્ભમાં અશુભ થતું દેખાતું નથી માટે તે બાબત તમને થોડા હળવા રાખશે પણ સાવધાની ચૂકવાની નથી તે વાત પણ એટલી જ સાચી છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – તમે જો કોઈ જનનાંગની બિમારીથી પીડાતા હોવ તો આજે થોડી વધુ સાવધાની રાખજો. કોઈપણ તરલ પદાર્થ ગ્રહણ કરતી વખતે થોડી વધારે સાવધાની રાખવી પડશે. ઘરનું સ્વચ્છ પાણી જ પીવું જો તમારે ક્યાંક બહાર જવાનું હોય તો ઘરેથી પાણીની બોટલ લઈને જવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – જીવનસાથીનું આરોગ્ય તમારે જાળવવું પડશે. જો તમે ભાગીદારી પેઢીનો વ્યવસાય કરતા હોવ તો આજે અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવાનું તમે ટાળજો. શિવજીની ઉપાસના કરજો અને સૂર્યદેવની ઉપાસના કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  જીવનસાથીનું આરોગ્ય થોડું કથળી શકે છે માટે સાવધાન રહેજો. ભાગ્યનું બળ મળશે માટે ચિંતા કરવાનું વિશેષ કારણ નથી. શુક્ર શુભ સ્થાનમાં ગોઠવાયેલો છે જે તમને અશુભ બાબતથી બચાવી શકશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – સંતાનના સંબંધમાં થોડી વિશેષ સાવધાની રાખવી ઘટે. બપોરે પિતા સાથે થોડું વૈમનસ્ય થઈ શકે છે અથવા તમારા ઉપરી અધિકારી સાથે થોડો મતભેદ સર્જાઈ શકે છે માટે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આરોગ્ય માટે તમારે તદ્દન બેફીકર થઈ જવાની જરૂર નથી. મનમાં જાત જાતના ભય દાખલ થવા માટે ગડમથલ કર્યા કરશે પણ શિવજીની ઉપાસના કરજો. આજે તમે તમારા કુળદેવીની ઉપાસના પણ કરી શકો છો. દેવીસૂક્તનો પાઠ કરવાથી પણ આજે અનિષ્ઠ તત્ત્વ કાબૂમાં રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  ઓમ્ શ્રી સૂર્યદેવાય નમઃ, ઓમ્ નમઃ શિવાય આ બે મંત્રનો જાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.