સુરેન્દ્રનગર/ રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે પાણીના ટેન્કર શરૂ કરાયા

મીઠું પકવવાની સીઝન શરૂ થઇ, તોય રણમાં પાણીના ટેન્કર શરૂ ન કરાતા મીઠું પકવતા અગરિયાઓ ભર શિયાળે તરસ્યા

Gujarat
Untitled 181 રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે પાણીના ટેન્કર શરૂ કરાયા

રણમાં 2000 અગરિયા પરિવારોને આ વર્ષે મીઠું પકવવાની સીઝન શરૂ થવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પાણીના ટેન્કર ચાલુ ના કરાતા અગરિયાઓ પીવાના પાણી માટે વલખા મારતો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો હતો. આ અંગે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા ઉચ્ચ લેવલે રજૂઆત કરાઇ હતી. આથી પાણી પુરવઠા વિભાગે રણમાં એક સાથે પાણીના ચાર ટેન્કરો ચાલુ કરાતા અગરિયા સમુદાયમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

આ પણ વાંચો ;અનોખી ભેટ / પદ્મશ્રીથી સમ્માનિત બંગાળી વણકર બીરેને નરેન્દ્ર મોદીને એક વિશેષ સાડી ભેટમાં આપી…..

રણકાંઠાના અંદાજે 2000 જેટલા ગરીબ અને પછાત અગરિયા પરિવારો દર વર્ષે ઓકટોબરથી માર્ચ મહિના દરમિયાન પોતાના પરિવારજનો સાથે મીઠું પકવવા રણમાં પડાવ નાંખે છે. ત્યારે ચાલુ વર્ષે નવેમ્બર માસની શરૂઆતમાં મીઠું પકવવાની સીઝન શરૂ થવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પાણીના ટેન્કરો ચાલુ ના કરાતા મીઠું પકવતા અગરિયા પરિવારોને રણમાં ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં પીવાના પાણીની એક એક બુંદ માટે દૂર-દૂર સુધી રઝળપાટ કરવો પડે છે.

આ પણ વાંચો;બિટકોઇન કૌભાંડ / કોંગ્રેસે બિટકોઇન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી

આ અંગે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા પાટડી પ્રાંત અધિકારી, ડીડીઓ અને કલેક્ટરને આ અંગે રજૂઆત કરાઇ હતી. આથી પાણી પુરવઠા વિભાગે જીલ્લામાંથી મંજૂરી લઇ રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે એક સાથે પાણીના ચાર ટેન્કર શરૂ કરાતા ગરીબ અને પછાત અગરિયા પરિવારોના ચહેરા પર ખુશીની લહેર દોડી જવા પામી હતી. હાલમાં અંદાજે 2000 અગરિયા પરિવારો 8થી 10 ડીગ્રી તાપમાનમાં ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં રહીને કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂં કામ કરી રહ્યાં છે.