જૂનાગઢ કે ખાડાગઢ?/ જૂનાગઢનું ખાડે ગયેલું તંત્ર, કમરતોડ રસ્તાથી ત્રસ્ત નાગરિકો

જુનાગઢ શહેરમાં પૂરની સ્થિતિ બાદ રસ્તાઓ ધોવાયા છે અનેક રસ્તાઓમાં ભુવા પડ્યા છે તો બીજી તરફ રસ્તાઓ ઉખડી ગયા છે

Gujarat Others

જુનાગઢ શહેરમાં ભારે વરસાદ બાદ રોડની સ્થિતિ અતિ દૈન્ય બની છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડે છે ઝાંઝરડા ચોકડી થી મધુરમ બાયપાસનો રોડ અતિ બિસ્માર બન્યા છે જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુનાગઢ શહેરમાં પૂરની સ્થિતિ બાદ રસ્તાઓ ધોવાયા છે અનેક રસ્તાઓમાં ભુવા પડ્યા છે તો બીજી તરફ રસ્તાઓ ઉખડી ગયા છે જ્યારે શહેરના ઝાંઝરડા ટીંબાવાડી મધુરમ મોતીબાગ સહિતના હાર્દસમા માર્ગો બિસ્માર બનતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.બીજી તરફ ઝાંઝરડા ચોકડી પાસે અનેક હોસ્પિટલો આવેલી છે સોમનાથ જુનાગઢ જોડતો નેશનલ હાઈવે પણ અહીં આવેલો છે લોકોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે સાથે દર્દીઓ ભરેલી એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થાય છે ત્યારે અનેક અકસ્માતો બિસ્માર રસ્તા ના લીધે સર્જાય છે અનેક વાર રજૂઆત કરવા છતાં મનપા દ્વારા કામગીરી નહીં કરાતા સ્થાનિક લોકો રોસે ભરાયા છે.

બીજી તરફ સ્કૂલ વાહનમાં પસાર થતા બાળકોને પણ બિસ્માર રસ્તા નો ભોગ બનવું પડે છે બીજી તરફ મહાનગરપાલિકાના મેયર દ્વારા વરસાદ રોકાતા રસ્તાઓનું કામ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી છે હાલ શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ રસ્તાઓનું કામ ક્યાંય શરૂ નથી થયું. લોકોની સમસ્યાનું ક્યારે નિવારણ આવશે તે મુખ્ય સવાલ છે પરંતુ મનપાના અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડે છે તે મુખ્ય સવાલ છે, કે પછી આ જ રીતના લોકોને આ બિસ્માર રસ્તાઓનો ભોગ બનવું પડશે.

પ્રવાસન નગરી તરીકે ઓળખાતું જૂનાગઢ આજકાલ ખાડાગઢ તરીકે પ્રચલિત બની રહ્યું છે અને જૂનાગઢને આ નવી ઓળખ મળી છે બિસ્માર રસ્તાઓને પગલે. ચોમાસામાં પડેલા વરસાદમાં જૂનાગઢના રસ્તા નર્કાગાર સમાન બની ગયા છે. કોઇ એક વિસ્તાર નહીં, પરંતુ જૂનાગઢના મોટાભાગના રસ્તાઓ પર ખાડાની સમસ્યા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!