મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજ રોજ દૂધરેજ વડવાળા મંદિર ખાતે ભગવાન વડવાળા દેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી.
ભગવાન વડવાળા દેવની પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીએ ભાવપૂર્વક પ્રજાજનોની સુખાકારી માટે સંતો મહંતોના પણ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ મહંતશ્રી કનિરામ બાપુના આશીર્વચન મેળવ્યા હતા. આ તકે મંદિરના મહંત કનિરામ બાપુ અને કોઠારીશ્રી મુકુંદરામ બાપુએ મુખ્યમંત્રીનું સ્વાગત-સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, જિલ્લા વિકાસ અધિકારી એન. કે. ગવ્હાણે, અગ્રણી સર્વશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, જગદીશભાઈ મકવાણા, વિરેન્દ્રભાઈ આચાર્ય, નિમુબેન બાંભણીયા, વર્ષાબેન દોશી, બાબુભાઇ દેસાઇ, અરજણભાઈ રબારી, ઘનશ્યામભાઈ સાવધરીયા, ભોળાભાઈ રબારી, ભગવાનભાઈ ભુવાજી તેમજ મંદિરના સંતો સહિત રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.