Gujarat/ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 3 ડિગ્રીથી પણ ઓછુ નોંધાયુ તાપમાન

ગુજરાતમાં અમદાવાદ, નલિયા સહિતનાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. આજે નલિયામાં પારો ગગડીને 2.8 સુધી પહોંચી ગયો હતો. જેથી તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પણ પારો વધુ ગગડીને 10.0 સુધી થઈ ગયો છે. રાજ્યમાં ગાઢ ધુમમ્સ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છ- સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા […]

Gujarat Others
police attack 3 રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 3 ડિગ્રીથી પણ ઓછુ નોંધાયુ તાપમાન

ગુજરાતમાં અમદાવાદ, નલિયા સહિતનાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. આજે નલિયામાં પારો ગગડીને 2.8 સુધી પહોંચી ગયો હતો. જેથી તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પણ પારો વધુ ગગડીને 10.0 સુધી થઈ ગયો છે.

રાજ્યમાં ગાઢ ધુમમ્સ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છ- સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 2.8 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 10.0 ડિગ્રી, ગાંધીનગરમાં 8 ડિગ્રી, રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાતા કોલ્ડવેવની સ્થિતિ ઉભી થઇ છે.

આપને જણાવી દઇએ કે, આગામી 5 દિવસ હજુ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઇ છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં ભારે ઠંડી પડવાની શક્યતા છે. રાજ્યનાં આઠ શહેરોમાં બે આંકડાથી પણ નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો