રાજકોટ: વીજતંત્ર ને 150 થી 200 કરોડનું નુકશાન Biperjoy થયાનો અંદાજ છે, આશરે 24 હજાર થી વધુ થાંભલા ડેમેજ થયા છે જયારે 4500 ટ્રાન્સફોર્મર સાફ થઈ ગયા છે અંદાજે 2600 ગામડાં માં અંધારપટ છવાયો છે અને 24 શહેરોમાં લાઈટો નથી, 3900 ફીડર બંધ છે રાજકોટમાં ફરિયાદોના ઢગલા થયા છે, 450 થી વધુ ફરિયાદો ટીમો સતત દોડી રહી છે.
રાજકોટમાં અતિ ભારે પવન અને વરસાદ નાં કારણે Biperjoy એચ. ટી. એક સબ ડિવિઝન હેઠળ ધરમનગર, સંસ્કાર, અક્ષર, રામદૂત, અજય, મેંગો માર્કેટ, ભગવતીપરા, લાતી પ્લોટ, લોટસ, કેદારનાથ અને RTO ફીડર, એચ.ટી. બે સબ ડિવિઝન હેઠળ પરફેક્ટ, મીરાનગર અને સંતોષી નગર ફીડર, એચ.ટી. ત્રણ સબ ડિવિઝન હેઠળ એટલાસ, ભવનાથ, એવરેસ્ટ, સર્વોદય, નિજાનંદ, લોર્ડ્સ ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયેલ છે. જેને કાર્યરત કરવા વિવિધ ટેકનીકલ ટીમો ફિલ્ડ પર છે.
જો કે આ નુકસાન તો હજી સૌરાષ્ટ્રનું જ છે, હવે જો Biperjoy કચ્છના નુકસાનની વાત ઉમેરવામાં આવે તો આંકડો ઘણો મોટો છે. કચ્છમાં થયેલું નુકસાન અકલ્પનીય છે. હજી સુધી કચ્છમાં વીજ તંત્રને કેટલું નુકસાન થયું તેનો અંદાજો આવ્યો નથી. તેનો ક્યાસ મેળવવામાં આવી રહ્યો છે. તેનો આંકડો ઘણો મોટો હોવાનું મનાય છે. કચ્છના 940 ગામોમાં હજી પણ અંધારપટ છે. આના પરથી અંદાજ આવી શકે છે કે ત્યાં કેવી સ્થિતિ હશે. હવે જો વીજતંત્ર આ આફતને અસરમાં પલટે તો સારુ. આ આફતનો ફાયદો ઉઠાવી વીજતંત્ર વીજલાઇનને જમીનની અંદર ઉતારે તો સારું. નહીં તો ભવિષ્યમાં આવી સ્થિતિ આવશે ત્યારે ફરી પાછી આ જ વાતનું પુનરાવર્તન થશે.
આ પણ વાંચોઃ ISRO-Biperjoy/ બિપોરજોય વાવાઝોડામાં સરકારની આ સંસ્થા બનીને આવી તારણહાર
આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડાના લીઘે રાજસ્થાનમાં મુશળધાર વરસાદ,13 ટ્રેનો સહિત અનેક ફ્લાઇટ રદ,જાણો સમગ્ર અહેવાલ
આ પણ વાંચોઃ Senthil Balaji Case/ સેંથિલ બાલાજીની ધરપકડ સામે વિપક્ષની રેલી,CM એમકે સ્ટાલિને કહ્યું ‘આ એકતા ભાજપનો પાયો હચમચાવી નાખશે’
આ પણ વાંચોઃ ઘર્ષણ/ જૂનાગઢમાં ડિમોલિશનને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, DYSP ઘાયલ,લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ છોડાયા
આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ બિપરજોય વાવાઝોડાને લઈને દરેક માહિતી